Home »Daxin Gujarat »Latest News »Surat City» Powered Municipality Education Committee Surat

સુરત: ‘પરીક્ષામાં કોણ ચોરી કરે છે?’ બધા જ વિદ્યાર્થીએ હાથ કર્યા ઊંચા

Bhaskar News, Surat | Jan 17, 2017, 10:13 AM IST

  • ગુણોત્સવમાં પોલ ખૂલી: સમિતિની રામનગર શાળામાં ધો. 6ના વિદ્યાર્થીઓ વાંચી પણ ન શક્યા
સુરત:પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની રાંદેરમાં આવેલી શાળામાં સોમવારે ગુણોત્સવ અંતર્ગત મૂલ્યાંકન કરવા ગયેલા આઇપીએસ અધિકારીએ બાળકોને પૂછ્યું કે પરિક્ષામાં કેટલા જણા ચોરી કરે છે. તો ક્લાસમાં હાજર તમામ બાળકોએ બિંદાસ હાથ ઊંચા કરી દેતાં અધિકારીઓ અવાક થઈ ગયા હતા. આ શાળામાં ધો. 6ના વિદ્યાર્થીઓને વાંચતા પણ ન આવડતું જોઇને IPS અધિકારી વિચારમાં પડી ગયા હતા.સરકારી પ્રાથમિક શાળાઓમાં ત્રણ દિવસીય ગુણોત્સવનો આરંભ થયો છે. સમિતિની રાંદેર રામનગરમાં આવેલી 167 નંબરની પ્રાથમિક શાળામાં અમદાવાદના ડીજીપી સુભાષ ત્રિવેદી મૂલ્યાંકન કરવા માટે ગયા હતા.
 
ગુણોત્સવમાં પોલ ખૂલી: સમિતિની રામનગર શાળામાં ધો. 6ના વિદ્યાર્થીઓ વાંચી પણ ન શક્યા

તેઓએ ધો. 6ના એક ક્લાસરૂમમાં જઇ બાળકોને પૂછ્યું કે પરિક્ષામાં કેટલા જણાં ચોરી કરે છે. તો ફટાક દઇને કલાસ રૂમમાં બેઠેલા તમામ વિદ્યાર્થીઓએ હાથ ઊંચા કરી દીધા હતા. આ જોઇ સુભાષ ત્રિવેદી આશ્ચર્યચકિત થઇ ગયા હતા. તમામ વિદ્યાર્થીઓએ હાથ ઊંચા કરી દેતાં સરકારી શાળાઓમાં પરિક્ષામાં થતી ચોરીનું પ્રમાણ કેટલી હદે આગળ વધી રહ્યું છે તે સાબિત થયું હતું. આ ઉપરાંત શૈક્ષણિક મૂલ્યાંકનના ભાગરૂપે ઉભા કરેલા ચાર વિદ્યાર્થીઓને વાંચતા પણ ન આવડતાં  તેઓ ચોંકી ઉઠી હતા. એક વિદ્યાર્થીએ જેમ તેમ તૂટેલું ફુટેલું વાંચી સંભાળવ્યું હતું. પરંતુ વિદ્યાર્થી તેનો અર્થ સમજતો ન હતો. ધો.6ના વિદ્યાર્થીને વાંચતા પણ ન આવડતું હોય એ શિક્ષણ સમિતિ માટે શરમજનક બાબત છે એવું જણાવી સુભાષ ત્રિવેદીએ આ અંગે કલાસ શિક્ષકને તરત જ ટકોર પણ કરી હતી.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો, ક્યાં આધારે એ ગ્રેડ મળ્યો તે સીધો સવાલ
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Powered Municipality Education Committee Surat
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended