Home »Daxin Gujarat »Latest News »Surat City» One Killed In Extinguisher Blast After A Fire In A Bike On A Petrol Pump In Surat

સુરત: પેટ્રોલ પંપ પર બાઇકમાં આગ બાદ એક્સટિંગ્વિશરમાં બ્લાસ્ટ, 1 મોત

Bhaskar News, Surat | May 19, 2017, 21:40 PM IST

  • બાઇકના અેન્જિનના સ્પાર્ક પ્લગમાં તણખો થતા પેટ્રોલ પંપ પર આગ લાગી જવા પામી હતી
સુરત:ચોક ચાર રસ્તા પાસેના આર.પી.મહેતા પેટ્રોલ પંપ ખાતે સાંજના સુમારે એક બાઈકમાં આગ ભભૂૂકી ઉઠતાં ભારે નાસભાગ મચી ગઈ હતી. બાઈક પર સવાર પિતા-પુત્ર જીવ બચાવવા બાઈક છોડી ભાગી છૂટ્યાં હતાં. જોકે, સળગતી બાઈકની આગ કાબૂમાં લેવા માટે દોડતા થયેલા પેટ્રોલ પંપના કર્મચારીઓ પૈકી એક કર્મચારીએ ફાયર એક્સટિંગ્વિશર (અગ્નિ શમન સિલિન્ડર) શરૂ કરવાની અણઆવડતને પગલે જીવ ખોવાનો વખત આવ્યો હતો!
ગળામાં ઇજા થતાં મારી નજર સામે રમાશંકર ઢળી પડ્યો ને...!

‘આગ લાગતાં નાસભાગ મચી ગઈ હતી. તેથી બાઈકની આગ પર કાબૂ મેળવવા ફાયરના સાધનો લેવા દોડ્યા મેં રેતી ભરેલી ડોલ લીધી હતી. તો રાજકુમારે અગ્નિ શમન સિલિન્ડર લીધો હતો. તેણે નીચે પછાડી દેતાં બ્લાસ્ટ થયો હતો અને ગળાના ભાગે ઈજા પહોંચતા મારી નજર સામે જ તે ઢળી પડ્યો અને મોતને ભેટ્યયો હતો.’ - હરિકુમાર સીંઘ, સહકર્મચારી

સિલિન્ડર ફાટતાં કર્મચારીનું ગળુ ચિરાયું

યુપીનો વતની અને હાલ ચોક વિસ્તારમાં જ રહેતો રાજકુમાર રમાશંકર સીંઘ પણ અન્ય કર્મચારીઓ સાથે પેટ્રોલ પંપમાં આગને પ્રસરતા અટકાવવા બાઈકની આગ બૂઝાવવા માટે ફાયર એક્સટિંગ્વિશ (અગ્નિ શમન સિલિન્ડર-બોટલ) લઈ દોડ્યો હતો. સિલિન્ડરનું ‘કેપ્ચુઅલ લોક’ કાઢવાનું હોય ત્યારે સિલિન્ડરને ઉંધો કરીને જમીન પર પછાડવાનું રહે છે. પરંતુ રાજકુમારે ઉતાવડ્યું પગલું ભરતાં સિલિન્ડર બ્લાસ્ટ થઈ ને લોક વછૂટીને તેનું ગળું જ ચિરી નાંખ્યું હતું. તેને ગંભીર ઈજા પહોંચતા સ્થળ પર જ ઢળી પડ્યો હતો.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, નજીકમાં ફાયર બ્રિગેડને પણ જાણ ન કરાઈ....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: One Killed in Extinguisher Blast After A Fire In A Bike On A Petrol Pump in Surat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended