Home »Daxin Gujarat »Latest News »Surat City» New Medical Policy Of The State Government Will Provide 20 Percent Subsidy For Modern Equipment

નવી મેડિકલ પોલિસીમાં રાજ્ય સરકાર આધુનિક સાધનો માટે 20 ટકા સબસિડી આપશે

Bhaskar News, Surat | Apr 17, 2017, 22:47 PM IST

  • મોદીએ 10 મિનિટ કરતાં વધુ સમય સુધી હોસ્પિટલનું નિરીક્ષણ કર્યું હત
સુરત:સરકાર તો લોકોની ચિંતા કરીને પ્રાથમિક સુવિધા સહિતના કામો કરતી જ હોય છે. પરંતુ સમાજ કરે તે આનંદની વાત છે. આના માટે રાજ્ય સરકારે નવી મેડીકલ પોલીસી લાવી છે. તેમાં મોટા શહેરો કરતા નાના ગામડા અને નગરોમાં જો કોઇ વ્યકિત કે સંસ્થાએ હોસ્પિટલ શરૂ કરવી હોય તો તેને જમીન સરકાર પુરી પાડશે. તેમજ આ હોસ્પિટલમાં આધુનિક સાધનો માટે પણ સરકાર 20 ટકા સબસિડી આપવા માટેનુ આયોજન કર્યુ છે. ગામડાઓમાં પણ સુવિધા આપવા સરકાર પ્રયાસ કરે છે.  10 હજાર ગામડાઓમાં સપ્તાહમાં બે દિવસ તબીબી સેવાનું આયોજન કરાયુ છે.
 
ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સ્થપાયેલી રાજયની સૌથી મોટી હોસ્પિટલ
 
રાજય સરકાર અને ચેરીટેબલ ટ્રસ્ટ લોકોના આરોગ્ય માટે હોસ્પિટલની સુવિધા ઉભી કરતુ હોય છે. પરંતુ સુરતમાં તૈયાર કરવામાં આવેલી હોસ્પિટલ સમગ્ર રાજયમાં ચેરીટેબલ ટ્રસ્ટે શરૂ કરેલી આધુનિક અને સૌથી મોટી હોસ્પિટલ છે. જે દેશ માટે એક ઉદાહરણ છે. ત્યારે કિરણ હોસ્પિટલમાં આગામી દિવસોમાં વહેલી તકે મા વાત્સલ્ય કાર્ડનો ઉપયોગ શરૂ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવશે. જેથી આવનારા દિવસોમાં નાનામાં નાના લોકો પણ હોસ્પિટલનો લાભ લઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.
 
દીકરી જન્મનો ચાર્જ નહીં લેવાયઃ મથુરભાઈ સવાણી
 
કિરણ હોસ્પિટલના ટ્રસ્ટી મથુરભાઈ સવાણીએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈએ પાણી માટે ગુજરાતમાં ખૂબ કામ કર્યું છે. જેથી આવનારા દિવસોમાં ખૂબ લાભ મળવાનો છે. ત્યારે કિરણ હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરનાર વડાપ્રધાન આગામી દિવસોમાં ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનમાં આવે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. સાથે જ મથુરભાઈએ જણાવ્યું હતું કે, કિરણ હોસ્પિટલમાં તમામ દીકરી જન્મ વખતે કોઈ પણ ચાર્જ લેવામાં નહીં આવે અને એ જ માતાને જો બીજી દીકરીનો જન્મ થશે તો 1 લાખનો બોન્ડ આપવામાં આવશે. જે 21 વર્ષની થશે ત્યારે મળશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: new medical policy of the state government will provide 20 percent subsidy for modern equipment
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended