Home »Daxin Gujarat »Latest News »Surat City» Mother Jumped Down In The Train With Her Child

સુરત: જનેતાએ ફૂલસમા બાળકને લઈ ટ્રેન નીચે ઝંપલાવ્યું

Bhaskar News, Surat | Apr 19, 2017, 04:22 AM IST

  • સુરત: જનેતાએ ફૂલસમા બાળકને લઈ ટ્રેન નીચે ઝંપલાવ્યું,  surat city news in gujarati
સુરત:મારનાર કરતાં તારનાર મોટો છે...તે ઉક્તિ નવી સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના તબીબો, નર્સીસ સ્ટાફ અને આયાએ મળી એક છ વર્ષના અનાથ બાળકની સતત 2 મહિના સુધીની સારસંભાળ ઓપરેશન કરી નવજીવન આપી સાર્થક કરી હતી.
 
માતા મોતને ભેટી પણ મલ્ટિપલ હેડ ઈન્જરી છતાં 2 મહિનાની સારવાર બાદ બાળકને સિવિલમાં બચાવી લેવાયું !!
ખાસ વાત તો એ છે કે, આ બાળકને તેની સગી જનેતાએ વલસાડ રેલવે સ્ટેશને સાથે લઈ ટ્રેન પર પડતું મુકી આપઘાત કર્યો હતો. પરંતુ માતા મોતને ભેટી હતી પણ બાળકને માથામાં મલ્ટીપલ ઈન્જરી થઈ હતી. દર 50 હજારે એક બાળક જીવી શકે છે તેવી ઈજાઓમાંથી બાળક ઉગરી ગયું હતું અને નર્સિંગ એસો.એ બાળકના ભવિષ્યની પણ જવાબદારી સ્વીકારીને માનવતા મહેકાવી હતી.
 
ફેબ્રુઆરીમાં માતા વલસાડ સ્ટેશને બાળકને લઇ કૂદી હતી
 
ગત 25 ફેબ્રુઆરીએ વલસાડ રેલવે સ્ટેશને માતા તેના ફૂલસમા બાળકને લઈને ટ્રેક ઉપર કૂદી પડી હતી. માતાનુ કપાઈ જતાં મોત નીપજ્યું હતું. પરંતુ બાળક મોતના મોંમાંથી ઉગરી ગયું હતું. માથામા મલ્ટીપલ ઈન્જરી હોઈ વલસાડ સિવિલથી સુરત સિવિલ ખાતે લવાયું હતું. ચાર દિવસ તો આઈસીયુમાં રાખવું પડ્યું 5માં દિવસે ભાનમાં આવ્યું ઘણી ઈજાઓ હતી.
 
ભવિષ્યની જવાબદારી, પિતા સાથે મિલન કરાવવાનો નિર્ધાર
 
નર્સિંગ એસો.ના ઈકબાલ કડિવાલાએ કહ્યું કે તેમની ટીમે અનાથ બાળકનું શરૂઆતથી જ ધ્યાન રાખીને સમાજમાં ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યું હતું. આર્થિક કે સામાજીક તમામ સ્તરે અડિખમ ઉભી નર્સિંગ એસો.એ ગુડ્ડુની ભવિષ્યની તમામ જવાબદારી સ્વીકારી હતી. એટલું જ નહીં બાળકને તેના પિતા કે પરિવારજનો સાથે મેળાપ કરાવવાનો પણ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: mother jumped down in the Train with her child
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended