Home »Daxin Gujarat »Latest News »Surat City» Late Night Accident, Two Car Between Collision At Surat Road

સુરત લેટ નાઇટ અકસ્માત: બેકાબૂ બનેલી પોર્શ કાર BRTSની રેલિંગમાં ઘૂસી

Bhaskar News, Surat | Dec 18, 2016, 01:10 AM IST

  • સુરત લેટ નાઇટ અકસ્માત: બેકાબૂ બનેલી પોર્શ કાર BRTSની રેલિંગમાં ઘૂસી,  surat city news in gujarati
સુરત:શનિવારે મોડી સાંજે ઉધના-મગદલ્લા રોડ પર પુરઝડપે દોડી રહેલી એક પોર્શ કાર બેકાબૂ બની ગઈ હતી અને અન્ય એક કારને અડફેટે ચઢાવી બીઆરટીએસની રેલિંગમાં ઘૂસી ગઈ હતી. અકસ્માતમાં આ લક્ઝરિયસ કારનો ખુરદો બોલી ગયો હતો. અકસ્માત સર્જીને કારચાલક ફરાર ત્યાંથી થઈ ગયો હતો. ઉમરા પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર શહેરના ઉધના મગદલ્લા રોડ પર પુરપાટ ઝડપે આવી રહેલી એક લક્ઝરિયસ કારના ચાલકે અન્ય એક કારને પાછળથી ટક્કર મારીને સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં બીઆરટીએસની કાર રેલિંગમાં ધૂસાડી દીધી હતી. ઘટનાને પગલે ઉમરા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જો કે, તે પહેલાં તો કારનો ચાલક અને તેનો મિત્ર ત્યાંથી પલાયન થઈ ગયા હતા.
 
ઉધના-મગદલ્લા રોડ પર અકસ્માત
મોડીરાત્રે ઉધના મગદલ્લા રોડ પર હીરો કંપનીના શોરૂમની સામે માઈકા કારમાં અંકિત મુકેશ શાહ ફેમિલી સાથે વેસુ તરફ જતા હતા. આ જ સમયે તેમની પાછળ 1 કરોડથી વધુની કિંમત ધરાવતી પોર્શ કારના ચાલકે કારને પુરઝડપે હંકારતાં તેણે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. માઈક્રા કારને ટક્કર મારીને પોર્શ કાર બીઆરટીએસની રેલિંગમાં ઘૂસી ગઈ હતી. આ અકસ્માતને કારણે પાલિકાની બીઆરટીએસની રેલિંગને ઘણું નુકસાન થયું હતું. ઉમરા પોલીસની પીસીઆર વાન આવી પહોંચતાં પોર્શ કારનો ચાલક તેના મિત્ર સાથે ભાગી છૂટ્યો હતો. સ્થાનિકોએ કરેલા આક્ષેપ પ્રમાણે આ આખો મામલો રફેદફે કરવા પોર્શ કારના ચાલકે પરિવારના એક સભ્યને ડ્રાઇવર તરીકે બતાવી દેવાનો પ્રયાસ કર્યો છે. સ્થાનિકોના મતે આ ઘટના અંગે ઉમરા પોલીસ જો સીસીટીવી કેમેરાની તપાસ કરાવે તો હકીકત કંઈ અલગ જ નીકળે એવી પ્રબળ સંભાવના છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: late night accident, Two Car Between Collision at Surat Road
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended