Home »Daxin Gujarat »Latest News »Surat City» Italian Couple Adopted Orphaned Brother-Sister

સુરત: ઇટાલિયન દંપતીએ અનાથ ભાઈ-બહેનને દત્તક લીધા

Bhaskar News, Surat | Apr 20, 2017, 09:20 AM IST

  • સુરત: ઇટાલિયન દંપતીએ અનાથ ભાઈ-બહેનને દત્તક લીધા,  surat city news in gujarati
સુરત:તકદીર કા લીખા કીસને દેખા કહાવત BVR પોપાવાલા ચિલ્ડ્રન હોમનાં શિશુ વિભાગમાં આશ્રિત બાળકો માટે યોગ્ય સાબિત થઈ રહી હોય તેવુ લાગે છે. ફુટપાથ પર મળેલા ભાઈ-બહેનને ઇટાલીના ફેમેલીએ દત્તક લેતા આ બાળકોને માતા-પિતાની હુંફ પણ મળી છે. આઠ માસની કાયદાકીય પ્રક્રિયા બાદ આજે બાળકોને તેમના નવા માતા-પિતાના સોંપવામાં આવ્યા હતા. જે હવે તેમની સાથે ઇટાલી જશે.
 
ત્રણ વર્ષ પહેલા ફૂટપાથ પરથી બંને મળ્યા હતા અને પોપાવાલા બાળાશ્રમ રહેતા હતા, હવે ઇટાલીના નાગરિક થશે
આ બાળકો સગા બે ભાઈ બહેન મુકેશ અને લક્ષા બિનવારસી હાલતમાં ત્રણ વર્ષ પહેલા મળી આવેલ હતા. શોધખોળ કરવા છતાં તેનાં માતા-પિતા મળી આવેલ ન હતા. તેથી આ બન્ને ભાઈ બહેનને સાથે દત્તક લઈ જાય તેને જ આપવાનો કાયદામાં ગાઈડલાઈન છે. અને આ તમામ પ્રક્રિયા ઓનલાઈન થાય છે. ઇટાલીનાં પરીવારે ઓનલાઈન ફોટા જોઈ બન્ને ભાઈ બહેનને દત્તક લેવા માટે ઓનલાઈન અરજી કરી બાળકોને પસંદ કર્યા હતા. છેલ્લાં પાંચથી આઠ મહિના સુધી તમામ કોર્ટ પ્રક્રિયા પૂર્ણ કરી આજ રોજ ચાઈલ્ડ વેલ્ફેર કમીટીની રૂબરૂમાં બન્ને ભાઈ બહેનને ઇટાલીનાં ફેમીલીને સોંપવામાં આવેલ છે.
 
ઓનલાઈન પ્રક્રિયા

સરકારની www.cara.nic.in વેબસાઈટ ઉપર જે પરીવારને બાળકો ન હોય તે જરૂરી પેપર સાથે અરજી કરી બાળકને દત્તક લેવા માટે અરજી કરે છે. જેમાં દત્તક લેનારાઓના નામ વેટીંગમાં હોય છે. નામ આવ્યા બાદ અરજી કરનારને જાણ કરાય છે. જો તે બાળકને પસંદ ન કરે તો 3 વખત પસંદગી માટે ચાન્સ હોય છે. ત્યાર પછી તેમણે ફરી ઓનલાઈન અરજી કરવી પડે છે. સંસ્થામાંથી છેલ્લા બે વર્ષમાં 5 બાળકો વિદેશમાં રહેતા પરીવારમાં આજે ઉછરી રહ્યા છે.
 
1 વર્ષની બાળકી પણ કેનેડા જશે
 
છેલ્લા આઠ માસથી સંસ્થામાં બીજી એક વર્ષની બાળકી આશ્રિત છે. આ બાળકીને કેનેડામાં રહેતા ભારતીય પતિ પત્નિએ ઓનલાઈન અરજી કરી કોર્ટ પ્રક્રિયા પૂર્ણ કરી બાળકીને પસંદ કરતા તેને પણ સીડબલ્યુસૂની રૂબરૂમાં બાળકીને કેનેડા સ્થિત પરીવારને દત્તક આપવામાં આવેલ.
 
ભારતની સંસ્કૃતિ ખુબ જ ગમી
 
હું 10-12 વર્ષ પહેલા ભારતમાં આવી હતી ત્યારે મને અહીંયાના લોકો અને સંસ્કૃતિ ખુબ જ ગમી હતી. અને હવે જ્યારે મારે બાળક દત્તક લેવાના હતા ત્યારે મને ભારતમાંથી જ લેવાની પસંદગી ઉતારી હતી. અને મને નસીબે છોકરો અને છોકરી બન્ને મળ્યા છે. > બચ્ચી વેલેનટીના, બાળકોને દત્તક લેનાર ઇટાલીની મહિલા
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Italian couple adopted orphaned brother-sister
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended