Home »Daxin Gujarat »Latest News »Surat City» Hostel Superintendent Bits Three Student With Plastic Pipe At Mahuva

મહુવા: ગૃહપતિની હેવાનિયત, કેરી તોડવા ગયેલા 3 વિદ્યાર્થીઓ પાઇપ વડે માર માર્યો

Bhaskar News, Mahuva | Apr 10, 2017, 00:17 AM IST

  • ગૃહપતિએ ત્રણ વિધાર્થીઓને માર માર્યો
મહુવા:મહુવા તાલુકાનાં અનાવલ વલ્લભાશ્રમ ખાતે આવેલ સુમિત્રા બા સંસ્કાર છાત્રાલયમાં રહેતા ત્રણ વિદ્યાર્થીઓએ કેરી તોડતા ગૃહપતિએ પ્લાસ્ટિકના પીવીસીના પાઈપથી પીઠના ભાગે ઢોર માર મારતા ચકચાર મચી જવા પામી છે. ઘટના અંગે જાણ થતાં વાલીઓ છાત્રાલયમાં ધસી આવી ગૃહપતિ સામે રોષ પ્રગટ કર્યો હતો અને બાળકોને નિર્દયતા પૂર્વક માર મારનાર આ ગૃહપતિ સામે કડક કાર્યવાહી હાથધરવાની માંગ કરી હતી.
 
જોકે, ટ્રસ્ટી મંડળને જાણ થતા તાત્કાલિક ગૃહપતિને છૂટો કરી દેવામાં આવ્યો હોવાનુ જાણવા મળેલ છે. મહુવા તાલુકાનાં અનાવલ વલ્લભાશ્રમ ખાતે સુમિત્રા બા સંસ્કાર છાત્રાલય આવેલ છે. જેમાં અંદાજિત 250 જેટલા બાળકો રહી અભ્યાસ કરે છે. તા-9-4-2017ને રવિવારના રોજ રજા હોવાથી છાત્રાલયમાં રહી અભ્યાસ કરતાં ત્રણ વિદ્યાર્થી જેનીશ સતિષભાઇ પટેલ (ઉ.વ.11)મૂળ રહે વહેવલ,  તુષારભાઈ વિજયભાઇ પુરોહિત (ઉ.વ.11) મૂળ રહે પાનેરા વલસાડ અને કાર્તિક પ્રતાપભાઈ પટેલ (ઉ.વ.13) મૂળ રહે વહેવલ સવારે  છાત્રાલય પાછળ આવેલ આંબાવાડીમાં કેરી તોડવા માટે ગયા હતા.
 
કેરી તોડી હોવાની જાણ થતાં જ છાત્રાલયમાં રહી બાળકોને સાચવનાર ગૃહપતિ હેમંતભાઈ ચૌધરી અંત્યંત ગુસ્સે ભરાયા હતા. અને ગુસ્સામાંને ગુસ્સામાં નજીક પડેલ પીવીસીનો સફેદ કલરના પાઈપનો ટુકડો લઈ ત્રણેય વિદ્યાર્થી પર તૂટી પડ્યો હતો. અને અંત્યંત નિર્દયતા પૂર્વક ત્રણેય નાના બાળકોને ઢોર માર મારતા બાળકોની પીઠના ભાગે લાલ સર પડી ગયા હતા. ગૃહપતિના મારથી વિદ્યાર્થીઑ હેબતાઈ ગયા હતા. ગૃહપતિની ક્રૂરતા જોઈ બાળકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.
 
આ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: hostel superintendent bits three student with Plastic pipe at Mahuva
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended