Home »Daxin Gujarat »Latest News »Surat City» Former PM Morarji Desai 22th Death Anniversary Today

સુરત: મોરારજીભાઈ દેસાઇએ કહ્યું, ‘આ બંગલો મારૂ બીજું ઘર છે’

Ritesh Patel, Surat | Apr 10, 2017, 02:04 AM IST

સુરત:ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈએ 10મી એપ્રિલ 1995ના રોજ શતાબ્દી વર્ષેમાં પ્રવેશીને આપણી વચ્ચેથી ચિરવિદાય લીધી હતી. આજે મોરારજીભાઈની 22મી પુણ્યતિથી છે પણ તેમની યાદો આજે પણ સુરતમાં પીઠાવાલાના વદંના બંગલામાં જાળવી રાખવામાં આવી છે. મૂળ વલસાડ ભદેલી ગામના વતની એવા મોરારજી દેસાઈ દેશના વડાપ્રધાન બન્યા હતા. તે વખતે મોરારજીભાઈ વલસાડ મતદાન કરવા આવ્યા ત્યારે પણ છોટુભાઈ પીઠાવાલાના બંગલે રોકાયા હતા. 
 
પીઠાવાલા બંગલે મોરારજીભાઈ જયારે પણ મહેમાન બને ત્યારે જે રૂમમાં રોકાતા તે રૂમનું વાતાવરણ અને જે ચીજવસ્તુઓનું વપરાશ કરતા તે હજી પણ જે તે સ્થાને મુકી રાખી છે. મોરારજીભાઈ સરકારી ગાડીમાં ફરવાને બદલે છોટુભાઈની ઈમ્પોર્ટડ કારમાં ફરતા હતા. 1959ની અમેરીકન કંપનીની આ ડોઝ કાર હાલમાં છોટુભાઈના પુત્ર પાસે છે. વડાપ્રધાન બનીને મોરારજીભાઈ સુરતમાં પીઠાવાલાના બંગલે આવ્યા ત્યારે સીક્યુરીટી સ્ટાફે બંગલાની ચેકિંગ કરતા હતા તેવામાં મોરારજીભાઈએ આવીને સીક્યુરીટી સ્ટાફને ચેકિંગની ના પાડી કહી દીધું હતું કે આ બંગલો બીજુ મારૂ ઘર છે.
 
મોરારજીભાઈ સ્કૂલનું ખાતમુહૂર્ત કરવા આવ્યા હતા આ અંગે વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Former PM Morarji Desai 22th Death anniversary Today
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended