Home »Daxin Gujarat »Latest News »Surat City» Fair Attraction Of King Horse Who Dancing On Singh Is Bling Song With Akshay Kumar

સિંગ ઇઝ બ્લિંગ ફિલ્મનાં સોંગમાં નૃત્ય કરનાર 'કિંગ' ઘોડો મેળાનું આકર્ષણ

Nilesh Patil, navapur | Dec 26, 2016, 02:21 AM IST

  • અક્ષયકુમારની ફિલ્મમાં નૃત્ય કરેલ ઘોડો.
નવાપૂર: મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના સારંગખેડા ઘોડા બજારમા એક કરોડ ચેતક, દોઢ કરોડની પદ્મા ઘોડી, સારી ગર્ભધારણ માટે પ્રસિદ્ધ ધનરાજ ઘોડા બાદ હવે મેળામાં ઇંદોરનો કિંગ ઘોડો આર્કષણનુ કેન્દ્ર બન્યો છે. કિંગ નૃત્ય કરવા માટે જાણીતો છે. અક્ષયકુમાર સાથે સિંગ ઇજ બ્લીંગ ફિલ્મમા કામ કર્યુ છે. મધ્ય પ્રદેશ ઇંદોર નિવાસી સચિન રાઠોડ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતા જણાવ્યું છે કે મારો કિંગ ઘોડો નૃત્ય કરવા માટે નંબર વન છે. મારવાડ નુખરા જાતિનો કિંગ ઘોડાની ઉંચાઈ 64 ઇંચ,ઉમર ચાર વર્ષેની છે. સુપરહિટ હિંદી ફિલ્મ સિંગ ઇજ બ્લિગમા ડાન્સ કરતો ઘોડાની શોધ પ્રોડયુસર કરી રહ્યો હતા. ત્યારે મેને ફોન આવ્યો તમારા ઘોડા ડાન્સ કરવા માટે જોઈએ. 
 
અક્ષય કુમાર ઘોડાના નીચે બિનધાસ્ત ડાન્સ કરે છે
 
ત્યારે ઇંદોરથી પંજાબમા શુટીંગ કરવા માટે ગયા હતા. પહેલી વખતે કોરીયોગ્રાફર અને અક્ષય કુમાર ઘોડાનો નૃત્ય કરવા માટે પ્રશિક્ષણ આપ્યુ હતુ. પછી શુટીંગની શરૂઆત કરી હતી. પણ ઘોડો ભીડ અને કેમેરા, લાઈટ જોઈને ગભરાઈ જતો હતો. 50-60 વખતે રિટેક કરીને શૂંટિંગ પૂરૂ થયુ હતું. ફિલ્મ બાદ ઘોડાનુ નામ કિંગ આપવામાં આવ્યું હતું. અક્ષયકુમાર સાથે બે પગ ઊંચા કરીને ચાલીને, ખાટલા પર ઉત્તમ રીતે ડાન્સ કરેલ છે. અક્ષયકુમાર ઘોડાના નીચે બિનધાસ્ત ડાન્સ કરે છે. આ શુટ કરવા માટે ઘણી મુશ્કેલી પડી હતી. પણ કિંગના ઉત્તમ ડાન્સથી પ્રોડયુસર અને કોરોગ્રાફરને મોટી રાહત મળી હતી. હિંદી ફિલ્મમા રેસવાડા ઘોડા ઘોડા તરત મળે છે. પણ ઉત્તમ ડાન્સ કરનાર ઘોડાનું શુટીંગ પહેલીવાર આ ફિલ્મ કરવામાં આવ્યુ હતું.
 
કિંગની નૃત્ય કલા સામાન્ય ઘોડાઓ કરતાં કંઈક અલગ
 
કિંગ ઘોડાની નૃત્ય કલા સામાન્ય ઘોડાથી અલગ છે. અન્ય ઘોડા માલિક સહિત નૃત્ય કરે છે. પણ કિંગ ખાલી માલિકના ઇશારાથી નૃત્ય કરે છે. આ ઘોડાનો શરિરિક બેલેન્સ અને બુદ્ધીમત્તા સરસ છે. ઘોડા મોહકળાથી માન્યવર વ્યક્તિને ફૂલહાર પણ પહેરાવી શકે છે. અને બેસીને સલામી આપે છે. પાંચ લિટર દેશી ગાયનો દૂધ, શુદ્ધ ઘી, ચણા, બુદ્ધીમત્તા માટે કાજૂ બદામનો ખોરાક માલીક આપે છે. સાધારણ પ્રતિદિન 700-800 રૂપિયા ખર્ચ આવે છે.
 
આગળની સ્લાઇડમાં વાંચો,ફિલ્મમાં કિંગ ઘોડાની અદાકારી...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Fair attraction of King Horse who dancing on Singh Is Bling Song with Akshay kumar
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended