Home »Daxin Gujarat »Latest News »Surat City» Couple Meets Again In Court At Surat

સુરત: લગ્ન બાદ છૂટું પડેલું યુગલ ફરી એક તાંતણે બંધાયું, પ્રેમસંબંધો ફરી કોર્ટમાં સ્ફૂર્યા

Bhaskar News, Surat | Apr 09, 2017, 03:15 AM IST

  • પ્રતિકાત્મક તસવીર
સુરત:આજે જિલ્લા ન્યાયાલય ખાતે યોજાયેલી લોક અદાલતમાં યુવક અને યુવતી વચ્ચેના પ્રેમને યોગ્ય દિશા મળી હતી અને પહેલાં શારીરિક સંબંધ બાદ મંદિરમાં લગ્ન કરી યુવતીને તરછોડનાર યુવકે આખરે લગ્ન કરવાની બાંહેધરી આપી હતી. નાનપુરા ખાતે રહેતી અમીષા અને ઓલપાડ ખાતે રહેતા આશિષ ટીમલીયાવાડ ખાતે એક જ કોમ્પલેક્સમાં નોકરી કરતા હતા. આ દરમિયાન બંનેની આંખો મળતા પ્રેમ સંબંધ બંધાયો હતો.
 
મોબાઇલ પર વાતચીત અને ચેટિંગ બાદ વાત આગળ વધી હતી અને બંનેએ એકમેકની સાથે જ જીવન વીતાવવાનું નક્કી કર્યું હતુ. આ દરમિયાન વચ્ચે વચ્ચે શરીર સંબંધ પણ બંધાયો હતો. આથી યુવતીએ લગ્ન માટે દબાણ કરતાં બંનેએ અડાજણ ખાતે એક મંદિરમાં લગ્ન કરી લીધા હતા. આ અરસામાં યુવકે નોકરી છોડી દીધી હતી અને તે અન્યત્ર નોકરી અર્થે જોડાયો હતો અને તેણે યુવતી સાથે ધીમે-ધીમે સંપર્ક ઓછા કરી દીધા હતા અને ટેલિફોનિક વાતચીત પર પણ બંધ કરી દીધી હતી.
 
મંદિરમાં લગ્ન થઈ ગયા હોય અને સંબંધ બંધાયા હોવાથી યુવતીએ ફરી યુવકનો સંપર્ક કરીને પરિવારની હાજરીમાં લગ્ન કરી સાથે રહેવા જણાવ્યું હતું પરંતુ યુવક નહીં માનતા આખરે યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જો કે, પોલીસે પણ આ કેસમાં કંઇ નહીં ઉકાળતા અમીષાએ એડવોકેટ પ્રીતિ જોષી મારફત કોર્ટમાં ભરણપોષણનો કેસ દાખલ કર્યો હતો. જો કે, આજે કોર્ટમાં યોજાયેલી લોક અદાલમાં યુવક અને યુવતીએ સમાધાન કરી લીધું હતુ. યુવકે લગ્ન કરી યુવતીને પત્ની તરીકે સ્વીકારવા હામી ભરી હતી.
 
આ અંગે વધુ વાંચવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Couple meets again in court at Surat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended