Home »Daxin Gujarat »Latest News »Surat City» Black Money Case At Surat, Second Day Caught 5 Coror In Bhajiawala's House

ધનકુબેરઃ ભજિયાંવાલાની માસિક આવક 7.5 કરોડ, પ્રોપર્ટી 400 કરોડ થ‌ઈ શકે

Bhaskar News, Surat | Dec 17, 2016, 09:08 AM IST

  • ફાયનાન્સરના એક પુત્રએ રાત્રે બેન્કમાં જ્યારે અધિકારીઓએ ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે હોહા કરી હતી.
સુરત:ઉધનાના ફાયનાન્સર કિશોર ભજિયાંવાલાને ત્યાં આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગના દરોડામાં જાણે કુબેરનો ખજાનો હાથ લાગ્યો હોય એવી સ્થિતિ છે. રોજ કરોડો રૂ.ની જ્વેલરી હાથ લાગી રહી છે. આજે ઓપરેટ કરાયેલાં કુલ 16 બેન્ક લોકર પૈકી ત્રણમાંથી પાંચ લાખની રોકડ, ગોલ્ડ, સિલ્વર અને ડાયમંડ જ્વેલરી સહિત કુલ 15 કિલોની રૂ. પાંચ કરોડની મત્તા મળી આવી હતી. દરમિયાન આજે અપેક્ષા અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટની એક ટીમ આઇટી કચેરીએ પહોંચી હતી અને કેસને લગતી અગત્યની માહિતી એકત્રિત કરી હતી. આઇટી સૂત્રોએ કહ્યુ કે ફાયનાન્સર અને તેના કુટુંબીજનોના બેન્ક એકાઉન્ટ અને ચોપડે નહીં બતાવેલાં બેન્ક લોકરની પણ ખળખોદ ચાલી રહી છે. અન્યોના લોકર ઓપરેટ કર્યા હોય ફાયનાન્સર સામે બેનામી એક્ટ અને મની લોન્ડરિંગ એકટ અંતર્ગત કાર્યવાહીની સંભાવનાઓ દેખાઈ રહી છે.
 
પૂજારી અને  વોચમેનનાં ખાતામાં નાણાં નાખ્યાં,પિપલ્સ બેન્કના સંચાલકોને અધિકારીઓએ ચેતવ્યા
 
નોંધનીય છે કે અગાઉ બેનામી બેન્ક લોકરમાંથી રૂ. 90 લાખની રોકડ મળી આવી હતી, તમામ નોટ 2 હજારની હતી. અધિકારીઓએ એક જ સિરિયલ નંબરની નોટ અંગે રિઝર્વ બેન્કને જાણ કરી છે જેથી કંઇ બેન્કમાંથી આ રૂ. ઇશ્યુ થયા છે તે જાણી શકાય. નોંધનીય છે કે બેનામી એક્ટ હેઠળ આઇટી કેસ કરે છે, સ્ટેટમેન્ટના આધારે આ કેસ તૈયાર થાય છે. જે સીધો કોર્ટમાં ફાઇલ થાય છે. જેમાં સાત વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. મની લોન્ડરિંગ એક્ટમાં ત્વરિત ધરપકડ થતી નથી. આ કામગીરી ઇડી કરે છે. નોંધનીય છે કે આ કેસના એપ્રાઇઝર રિપોર્ટમાં તપાસમાં આવરી લેવાયેલી બેન્કનો પણ સમાવેશ થશે, જેના પર બેન્કોનું ભવિષ્ય આધારિત છે.  15 અધિકારીઓની ટીમ સતત 3 દિવસથી કામ કરે છે. 15 અધિકારીઓની ટીમ 3 દિવસ-રાત્રિથી ઉજાગરા વેઠી 4 લેપટોપ પર ડોક્યુમેન્ટની એન્ટ્રી કરી રહ્યા છે. રેન્ટ એગ્રીમેન્ટ, સાટાખત અને અન્ય ડોક્યુમેન્ટ એટલાં બધા છે કે તેની એન્ટ્રીમાં જ એક ટીમ મંડી પડી છે.
 
બે ચાવીઓનો તાગ મળતો નથી
 
અધિકારીઓને મળેલી બે ચાવી અંગે શરૂઆતમાં લાગ્યુ કે લોકરની છે, પરંતુ તે બેન્કના લોકરોની ન હતી. અધિકારીઓને લાગે છે કે આ ચાવી ઘરની તિજોરીની હશે. પરંતુ જ્યાં સર્ચ થયો ત્યાં આવી કોઈ તિજોરી જ નથી. ચાવીનું રહસ્ય જાણવા માટે આઇટીની એક ટીમ પિપલ્સ બેન્કની અન્ય એક શાખા પર ગઈ હતી. આઇટી સૂત્રોને માહિતી મળી હતી કે 2006ના પુર વખતે ફાયનાન્સર પલળી ગયેલી નોટ આ શાખામાંથી  જ લઇને આવ્યો હતો.  જો કે, તપાસ બાદ અધિકારીઓને નિરાશા હાથ લાગી હતી. કેમકે ચાવી આ બેન્કના લોકરની પણ નહતી.
 
કેટલા ખાતાંમાં 2.5-2.5 લાખ નાખ્યાં?
 
આજે અધિકારીઓને માહિતી મળી હતી કે ફાયનાન્સરે ઘર નજીકના એક મંદિરના પૂજારી, વોચમેન અને કેટલાંક અન્ય લોકોના એકાઉન્ટમાં રૂ. અઢી-અઢી લાખની રકમ જમા કરાવી છે. આથી માહિતીની ખરાઈ માટે અધિકારીઓએ બેન્ક એકાઉન્ટની વિગતો પણ ચકાસવાની શરૂઆત કરી છે.
 
અગાઉ જુગાર રમાડતો હતો!

કરોડો રૂપિયાની બેનામી આવકના કેસમાં સપડાયેલો કિશોર ભજિયાંવાલા અગાઉ જુગાર રમાડતો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. અગાઉ લોકોને જુગાર રમવા માટે રૂ. આપતો હતો અને પછી સમયસર રૂ. ન મળે ત્યારે મીલકતો લખાવી લેતો હતો. ત્યારબાદ વ્યાજનું ચક્કર ચલાવીને આખેઆખી મીલકત જ પચાવી પાડતો હતો. સંખ્યાબંધ લોકો એવા છે કે, જેઓ કિશોર ભજિયાંવાલાના વ્યાજના ખપ્પરનો ભોગ બન્યા છે.
 
આગળ વાંચો, તપાસની સાથે સાથે : 13 મોટા બિલ્ડર પણ રૂ. લે છે, હાલ 7 કલાકની ઊંઘ લેવા દેવાય છે,  રૂપિયા બેન્કના પેકિંગમાં, આઇટીને અજીતની તલાશ, 10થી વધુ પ્લોટની માહિતી, બેન્કમાં પુત્રની ધમાલ, બેન્કના CCTV ફુટેજની ચેકિંગ
 
અને જાણો ભજીવાવાલા વિશે જાણવા જેવું બધું જ, ક્લિક કરો આગળની સ્લાઇડ


(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Black Money Case at Surat, second day caught 5 coror in bhajiawala's house
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended