Home »Daxin Gujarat »Latest News »Surat City» Bhajiyawala Money Figure Of 1000 Crore In Surat

સુરત: ભજિયાંવાલાનો આંક 1000 કરોડ, દરોડામાં રોજ નવા નવા ખુલાસા

Bhaskar News, Surat | Dec 20, 2016, 04:39 AM IST

  • સુરત: ભજિયાંવાલાનો આંક 1000 કરોડ, દરોડામાં રોજ નવા નવા ખુલાસા,  surat city news in gujarati
સુરત:ડીઆઇ વિંગના દરોડામાં કિશોર ભજિયાંવાલાની સંપત્તિને લઈને રોજ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. બજાર કિંમતની દૃષ્ટિએ આ ફાઇનાન્સરની સંપત્તિનો આંકડો કેટલો હશે એ હાલ અધિકારીઓ પણ સ્પષ્ટ કહી શકતા નથી. એક અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે તેની પાસે રૂપિયા 1000 કરોડની પ્રોપર્ટી હોય શકે છે. દરમિયાન આઇટી અધિકારીઓને સોમવારે એવી માહિતી અપાઈ હતી કે મુંબઇના કાંદિવલીમાં એક મોલની બાજુમાં કિશોર ભજિયાંવાલાની અંદાજે રૂપિયા 200 કરોડની મિલકત આવી છે. હાલ આ જગ્યાના કેટલાંક ભાગમાં ઝૂંપડપટ્ટી છે.

આઇટીની ઇન્વેસ્ટિગેશન વિંગના આસિસ્ટન્ટ કમિશનર પિયુષ યાદવે તૈયાર કરેલા ભજિયાંવાલાના કેસમાં પ્રોપર્ટીનો આંક 225 કરોડ જેટલો છે. પરંતુ તેમાં ઘણી જ ઓછી પ્રોપર્ટી ખુદ કિશોર ભજિયાંવાલાના નામે છે. ઘણી મોર્ગેજ છે. સાટાખત છે અને કેટલાંક કેસમાં વ્યાજે રૂપિયા આપવાની સાથે સામે બ્લેન્ક ચેક લખાવી લેવાયા હોવાની ચર્ચા છે. અધિકારીઓએ કહ્યું કે બેનામી એક્ટ હેઠળ રિટર્ન સિવાયની તમામ પ્રોપર્ટી સીઝ કરાશે, પરંતુ જેમાં સાટાખત છે કે મોર્ગેજ છે તેવા ડોક્યુમેન્ટના કેસમાં જેણે વ્યાજે રૂપિયા લીધા છે તેની પણ તપાસ થશે. તેને આવકનો સોર્સ પૂછવામાં આવશે. આ મિલકત કેવી રીતે વસાવી એનો ખુલાસો પૂછવામાં આવશે. દરમિયાન આ મિલકત સંબંધી તપાસમાં કિશોર ભજિયાંવાલા કેવી રીતે આઇટીના નિશાને આવશે એ હાલ કહેવું અઘરું છે. કેમકે આઇટી એક્ટમાં છટકવાના ઘણાં રસ્તા છે.

અધિકારીઓ મિલકતોની જે યાદી બનાવી રહ્યા છે તેમાં ફલેટ, ફેક્ટરી, ગાળા ટાઇપ મકાન, રો-હાઉસ, ફાર્મ હાઉસ અને બંગલાનો સમાવેશ થાય છે. સિટીલાઇટમાં એક બંગલો ફાઇનાન્સર બનાવી રહ્યો છે. ચોપડે બતાવ્યો છે. આ ઉપરાંત શહેરમાં ડુમસના વાસ્તુ લક્ઝરિયામાં બે પેન્ટ હાઉસ. જે જિગ્નેશ અને કમલાબેન કિશોર ભજિયાંવાલાના નામે છે. રવિવારે અમદાવાદમાં પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ્સ મળ્યાં હતાં.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bhajiyawala Money Figure of 1000 Crore in Surat
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended