Home »Daxin Gujarat »Latest News »Surat City» Accept Organ Donation After Death At Surat

સુરત: બ્રેઇનડેડ NRI મિનાક્ષીબેને 2ને નવજીવન આપ્યું

Bhaskar News, Surat | Dec 16, 2016, 23:49 PM IST

  • સુરત: બ્રેઇનડેડ NRI મિનાક્ષીબેને 2ને નવજીવન આપ્યું,  surat city news in gujarati
સુરત:મૂળ સુરતના અને અમેરિકન નાગરિકત્વ ધરાવતા અમદાવાદી ચાંપાનેરી મોઢ ઘાંચી સમાજના મિનાક્ષીબેન શાંતિલાલ ગાંધી બ્રેનડેડ જાહેર કરાયા બાદ તેમનાં અંગોનું દાન કરી ગાંધી પરિવારે માનવતાની મહેક પ્રસારી છે. તેમના અંગદાનથી 2 યુવકોને નવજીવન મળ્યું છે. 14મીએ સાંજે મિનાક્ષીબેન ઘરે બેઠા હતા ત્યારે તેમને વોમીટ થતાં તેઓ બેભાન થઇ ગયા હતા. તેમને તાત્કાલિક ૧૦૮ મારફતે  BAPS હોસ્પિટલમાં દાખલ કરાયા, જ્યાં સીટી સ્કેન કરાવાતાં બ્રેઈન હેમરેજ ખૂલ્યું હતું.
 
અમેરિકાના રહેવાસી મિનાક્ષીબેનના મૃત્યુ બાદ અંગદાન સ્વીકારી ‘ડોનેટ લાઇફ’ની સરાહનીય કામગીરી
મિનાક્ષીબેનને બ્રેનડેડ જાહેર કર્યા. બાદમાં નિલેશ માંડલેવાલાની ડોનેટ લાઇફે હોસ્પિટલમાં પહોંચીને તેમના પરિવારને અંગદાનનું મહત્વ સમજાવ્યું હતું. જેથી પરિવારે તેમનાં અંગોનું દાન કરાવીને કોઈક નવજીવન મળતું હોય તો અંગદાન માટે કરવા સંમતિ આપી હતી. તેમની પુત્રી સ્મિતાએ જણાવ્યું હતું કે મારા મમ્મી હંમેશા પરોપકારી હતાં તેઓ હંમેશા કહેતા હતા કે આપણે હંમેશા બીજાના જીવનમાં મદદરૂપ થવું જોઈએ. આથી જયારે તેઓ બ્રેનડેડ છે, ત્યારે તેઓ મૃત્યુ પામ્યા પછી પણ બીજી વ્યક્તિને નવજીવન આપી શકશે.  જે બાદ તેમની કીડની અને લીવરનું તેમજ આંખોનું દાન લેવામાં આવ્યું હતું. દાનમાં મેળવવામાં આવેલી બંને કિડની અમરેલીના રહેવાસી વિનુભાઈ શામજીભાઈ ઘોઘારી (42)માં અને લિવર અમદાવાદના બિરેન ગિરીશ મહેતા (૪૨)માં ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું.
 
અત્યાર સુધીમાં 404 લોકોને નવજીવન મળ્યું

સુરત અને દક્ષિણ ગુજરાતમાંથી અત્યાર સુધી બ્રેનડેડ વ્યક્તિઓના પરિવારજનો સાથે સમજણ કેળવી નિલેશ માંડલેવાલા અને ડોનેટ લાઈફે 176 કિડની, 64 લીવર, 3 પેન્ક્રીઆસ, 7 હૃદય  અને 154 ચક્ષુઓનું દાન મેળવીને 404 વ્યક્તિઓને નવું જીવન આપવામાં સફળતા મળી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Accept organ donation after death at Surat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended