Home »Daxin Gujarat »Latest News »Surat City» A Women Saved Robbing Of Rs 20 Lakh Diamonds In Surat

સુરત: મહિલાની બહાદૂરીથી 20 લાખના હીરા લૂંટાતા બચ્યા, પીછો કરી ઝડપ્યા

Bhaskar News, Surat | May 19, 2017, 10:24 AM IST

  • મહિલાની બહાદૂરીના કારણે લૂંટ કરવા આવેલા 5 લૂંટારૂઓની ધરપકડ કરાઇ
સુરત:મહિલાની બહાદૂરીના કારણે લૂંટ કરવા આવેલા 5 લૂંટારૂઓની ધરપકડ કરાઇ હતી તો મહિલાઓ રૂ.20 લાખના હીરા પણ બચાવ્યા હતા. લૂંટારૂઓએ જાણી જોઈને બાઈક અથડાવીને યુવકની બેગ છીનવીને 20 લાખના હીરાની લૂંટ કરવાનો પ્રયાસ કર્યા હતો. એક મહિલાએ બહાદુરી દાખવીને લૂંટારૂઓનો સામનો કરીને લાખોના હીરા લૂંટતા બચાવ્યા હતા. સાથે છ લૂંટારૂઓ પૈકી એકને પીછો કરી મહિલાએ સ્થાનિકોની મદદથી પકડી પાડ્યો હતો. પોલીસે પાંચ લૂટારૂઓને દબોચી લીધા છે. જ્યારે હજુ એક ભાગતો ફરે છે.

મહિલાની હિમ્મતને વેપારી અને પોલીસે બિરદાવી

કારખાનામાં હીરાની ડીલીવરીનું કામ કરતા શૈલેષ ઘનશ્યામ વાનાણી બુધવારે સવારે કાપોદ્રામાં ડીબીસીમાંથી 175 નંગના કાચા હીરાને જોબવર્ક કરાવીને બેગમાં મુકીને સહકર્મચારી પ્રદિપ દિનેશ સાનેપરા સાથે મોપેડ પર આવતા હતા. સવાણી સ્કૂલના સર્કલ પાસે બે શખ્સોએ બાઈક મોપેડ સાથે અથડાવી કર્મચારીઓને મારવા લાગ્યા હતા. છ લૂંટારૂઓ પૈકી કલ્પેશ નામના લૂંટારૂએ કર્મચારીને ઘા મારી દેતા બેભાન થયો હતો. યુવકના ખંભેથી લૂંટારૂએ બેગ કાઢવાની કોશિષ કરતાં જશુબેનને શંકા ગઈ હતી. મહિલાએ હિંમત દાખવીને એક લૂંટારૂનો સામનો કરતાં અન્ય પાંચ ત્યાંથી છૂં થઈ ગયા હતા. 

કર્મચારીએ લૂંટની ટ્રિપ મિત્રોને આપી હતી

હીરાના કારખાનામાં કામ કરતા કર્મચારી નિર્મલ ભરત ખાંચરે આ લૂંટની ટ્રીપ આપી હતી. ત્રણેક દિવસથી તે કારખાનામાં ગેરહાજર હતો અને બુધવારે આ લૂંટ કરી તે વખતે કારખાનામાં પાછો હાજર હતો. ગેરહાજર રહીને જ નિર્મલે તેના મિત્રો સાથે લૂંટનો આખો પ્લાન ઘડી નાખ્યો હતો.

લૂંટારૂ છેડતીનું બહાનું કાઢીને મારવા લાગ્યા

લોકોના ટોળા એકત્ર થતા લૂંટારૂઓએ બહેનની છેડતી કરતા હોવાનું કહીને બન્ને કર્મચારીઓ મારવા લાગ્યા હતા. જ્યારે ખંભા પરથી બેગ લૂટવાની કોશિષ કરતા મહિલાને શંકા જતા લૂંટારૂઓનો ભાંડો ફુટી ગયો અને પાંચ બાઈક ભાગી ગયા હતા. સીસીટીવી કેમેરા અ્ને લોકોની નજરથી બચવા માટે ચાર લૂટારૂઓ મોઢા પર માસ્ક પહેરીને આવ્યા અને અ્ન્ય બે મોઢા પર રૂમાલ બાંધીને આવ્યા હતા.

આગળની સ્લાઈડ્સમાં વાંચો, મા બનીને દીકરાને બચાવવા દોડી
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: A Women Saved Robbing of Rs 20 lakh Diamonds in Surat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended