Home »Daxin Gujarat »Latest News »Surat City» મુંબઈ બીકેસીના પોલિશ્ડ ડાયમંડના વેપારીનું 50 કરોડમાં ઉઠમણાની ચર્ચા

મુંબઈ બીકેસીના પોલિશ્ડ ડાયમંડના વેપારીનું 50 કરોડમાં ઉઠમણાની ચર્ચા

DivyaBhaskar News Network | May 13, 2017, 04:00 AM IST

  • મુંબઈ બીકેસીના પોલિશ્ડ ડાયમંડના વેપારીનું 50 કરોડમાં ઉઠમણાની ચર્ચા,  surat city news in gujarati
નોટબંધીબાદ હીરાબજારમાંથી બંધ થઇ ગયેલા ઉઠમણાંનો દોર જાણે એકાએક ફરી શરૂ થઇ ગયો હોય તેમ મુંબઈ બ્રાન્દ્રા-કુર્લા કોમ્પેલેક્સમાં ઓફિસ ધરાવતો મૂળ ઉત્તર ગુજરાતના ધાનેરાનો વતની પોલિશ્ડનો વેપાર કરતો વેપારીએ રૂ. 50 કરોડનું ઉઠમણું કર્યું હોવાની ચર્ચા મોડી સાંજથી શહેરના બન્ને હીરાબજારમાં થવા લાગતાં માર્કેટમાં લોકટોળું એકઠું થઈ ગયું હતું.

જાગંડ પર હીરા મેળવતો તેમજ પોલિશ્ડનો વેપાર કરનાર મૂળ ઉત્તરગુજરાતી હીરા વેપારી મુંબઇ બીકેસીમાંથી ઉઠવાની ચર્ચાએ શહેરના બન્ને હીરાબજાર મહિધરપુરા તેમજ મિનીબજારમાં ચર્ચાનો વિષય બન્યો હતો. છેલ્લા માસમાં ઉઠમણાં સામે હાશકારો અનુભવી રહેલા હીરા કારખાનેદારોને ઉઠમણાંના મેસેજ મળતાં કેટલાં હીરા વેપારીઓના તેમજ કયા હીરાવેપારીના રૂપિયા ફસાયા વગેરે બાબતો જાણવા ભીડ એકઠી થઈ હતી. ઉઠમણામાં 25થી 30 સુરત-મુંબઈના હીરાવેપારીઓનાં નાણાં ફસાયાં હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બજારમાં ફફડાટ

સ્થાનિકહીરા બજાર સાથે સંકળાયેલા એક હીરાના વેપારીના જણાવ્યા અનુસાર, 50 કરોડથી વધુના હીરા લઇ મુંબઇનો જાંગડ પર હીરા વેચનાર વેપારી ગાયબ થયો છે. જો કે એક અઠવાડિયાથી તેની ઓફિસ પર આવ્યો હતો. તેમજ છેલ્લા ચાર દિવસથી લેણદારોના ફોન ઊંચકવાનું બંધ કરી દેતા તેના ઉઠમણાંની આશંકા સેવાઇ રહી હતી. એવામાં શુક્રવારે મોડી સાંજે સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થતાં શહેરના હીરાબજારમાં ચકચાર મચી હતી.

ધાનેરાનો વતની ગાયબ થતાં હીરા વેપારીઓ દોડતા થઇ ગયા

(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: મુંબઈ બીકેસીના પોલિશ્ડ ડાયમંડના વેપારીનું 50 કરોડમાં ઉઠમણાની ચર્ચા
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended