Home »Daxin Gujarat »Latest News »Surat City» 2-Way Cable Bridge Will Be The First State In Surat

ભરૂચના બ્રિજને ટક્કર મારતો ગુજરાતનો પહેલો 2-વે કેબલ સ્ટેઈડ બ્રિજ સુરતમાં

Vishal Vyas, Surat | Mar 23, 2017, 11:04 AM IST

  • તાપી નદી પર 139.50 કરોડના ખર્ચે કેબલ સ્ટેઇડ બ્રિજ બનાવવામાં આવશે
સુરત:બ્રિજની બંને તરફ વાહન વ્યવહાર ધરાવતા રાજ્યના પહેલા એવા તાપી નદી પર બની રહેલા મહત્ત્વાકાંક્ષી કેબલ સ્ટેઇડ બ્રિજનું લોકાર્પણ જાન્યુઆરી-18 સુધીમાં થવાની પાલિકાને ધારણા છે. તાજેતરમાં જ વડાપ્રધાન મોદીના હસ્તે લોકાર્પણ કરાયેલા ભરૂચની નર્મદા નદી પરના કેબલ બ્રિજ અને સુરતમાં નિર્માણાધિન કેબલ સ્ટેઇડ બ્રિજ વચ્ચે અનેક તફાવત છે. ખાસ કરીને ભરૂચનો બ્રિજ 1-વે છે જ્યારે સુરતનો બ્રિજ 2-વે છે. જે સુરતના કેબલ સ્ટેઈડ બ્રિજને અવ્વલ બનાવે છે.
 
કેબલ સ્ટેઇડ બ્રિજના નિર્માણ પાછળ 139.50 કરોડ રૂપિયાનો ખર્ચ
 
માત્ર કેબલ પર જ આખા બ્રિજનો લોડ હોય તેવો રાજ્યનો આ પહેલો કેબલ સ્ટેઇડ બ્રિજ બનશે. જ્યારે ભરૂચના બ્રિજમાં કેબલ પર 40 ટકા લોડ અને સ્ટ્રકચર પર 60 ટકા લોડ હોય છે. જ્યારે સુરતના બ્રિજમાં 100 ટકા લોડ કેબલ પર જ હશે. શહેરના કેબલ સ્ટેઇડ બ્રિજના નિર્માણ પાછળ પાલિકા 139.50 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.
બ્રિજ પર બંને તરફે અવર જવર કરી શકાશે
  
16મી સદીમાં સુરતમાં 84 વાવટા ફરકતા હોવાથી સુરતને સોનાની મુરત ગણવામાં આવી રહી છે. શહેરમાં આવી કામગીરી સતત કરવામાં આવી રહી હોવાથી આજ સુધીમાં 100 જેટલા બ્રિજ નિર્માણ પામી ચુક્યા છે. બીજીતરફ તાપી નદી પર બનાવાઈ રહેલો કેબલ સ્ટેઇડ બ્રિજ સમગ્ર રાજ્યભરમાં એક અલગ ઓળખ ઊભી કરશે. આમ તો નર્મદા નદી પર બનાવાયેલા કેબલ સ્ટેઇડ બ્રિજને એકસ્ટ્રા ડોઝ કેબલ સ્ટેઇડ બ્રિજ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં કેબલ પર 40 ટકા લોડ અને સ્ટ્રકચર પર 60 ટકા લોડ હોય છે. જ્યારે સુરતના બ્રિજમાં 100 ટકા લોડ કેબલ પર જ હશે. આવો જ બ્રિજ ભાવનગર ખાતે બનાવાયો હતો, પરંતુ થોડા સમયમાં જ તેને બંધ કરી દેવાની સ્થિતિ સર્જાઈ હતી. સુરતનો બ્રિજ રાજ્યમાં એક અન્ય કારણસર પણ અવ્વલ છે, જેમાં આ બ્રિજ પર બંને તરફે અવર જવર કરી શકાશે. આમ આગામી દિવસોમાં તાપી પરનો કેબલ સ્ટેઇડ બ્રિજ સુરતીઓ માટે ગૌરવરૂપ સાબિત થશે.
 
આવો બ્રિજ માત્ર કોલકાતામાં
 
ભરૂચ કેબલ બ્રિજ અને સુરતના કેબલ સ્ટેઇડ બ્રિજ વચ્ચે અનેક તફાવત છે. કેબલ પર જ બ્રિજનો લોડ હોય તેવો કેબલ સ્ટેઇડ બ્રિજ હાલ માત્ર કોલકાતામાં છે, જ્યારે રાજ્યમાં સુરતમાં આ પ્રમાણેનો પહેલો બ્રિજ બનશે.
- ડો. અતુલ દેસાઈ, કેબલ સ્ટેઇડ બ્રિજમાં પીએચડી કરનારા
 
વધુ તસવીરો જોવા આગળ ક્લિક કરો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 2-Way Cable Bridge will be the first state in Surat
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended