Home »Daxin Gujarat »Latest News »Navsari» Young Man Death In Accident At Chikhli Area

મિત્રની બર્થ ડે પાર્ટીમાંથી પરત ફરી રહેલા યુવકનું અકસ્માતમાં મોત

Bhaskar News, Chikhli | Apr 21, 2017, 22:41 PM IST

  • મિત્રની બર્થ ડે પાર્ટીમાંથી પરત ફરી રહેલા યુવકનું અકસ્માતમાં મોત,  navsari news in gujarati
ચીખલી:ચીખલી નજીકના આલીપોરમાં નેશનલ હાઇવે ઉપર રાત્રિ દરમિયાન કન્ટેનરે ટક્કર મારતા મોટર સાયકલ સવાર એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક ઇજાગ્રસ્તને સારવાર આપવામાં આવી રહી છે.પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત ગુરૂવારની રાત્રિએ ફરિયાદી હિતભાઇ હરેશભાઇ ચપલા (રહે.જલારામનગર તા.ચીખલી) નો મિત્ર પેલેસનો જન્મદિવસ હોય અન્ય મિત્ર સાવન સાથે આલીપોરની હોટલમાં પાર્ટી પતાવી ત્યાંથી જીજે-21-એકે-2922 ઉપર સાવન અને આયુષ સામે નીકળ્યા હતા.
 
આલીપોર પાસે હાઇવે પર કન્ટેનરે બાઇકને અડફેટે લીધી

આ દરમિયાન આલીપોર ગામની હદમાં જ નેશનલ હાઇવે ઉપર અજાણ્યા કન્ટેનરનાં ચાલકે અડફેટે લઇ ટક્કર મારતા મોટર સાયકલ પર સવાર ઉપરોક્ત બંને મિત્રો માર્ગ પર ફંગોળાતા ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં આલીપોર હોસ્પિટલમાં ખસેડાતા જ્યાં સારવાર દરમિયાન સાવન મનસુખ કંસારા (ઉ.વ.18 રહે.ગોકુલધામ ખૂંધ) નું મોત નીપજ્યું હતું, જ્યારે ઇજાગ્રસ્ત આયુષને ચીખલીની અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. પોલીસે અજાણ્યા કન્ટેનર ચાલક વિરુધ્ધ ગુનો નોંધી પીએમ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: young man death in accident at Chikhli area
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended