Home »Daxin Gujarat »Latest News »Navsari» Threatened To Lockout Office, People Demanding For Borewell In Vansda

વાંસદામાં બોરવેલ માટે માગણી કરતા લોકો, તાળાબંધી કરવાની ચીમકી

Bhaskar News, Chikhali | Apr 21, 2017, 00:13 AM IST

  • વાંસદામાં બોરવેલ માટે માગણી કરતા લોકો, તાળાબંધી કરવાની ચીમકી,  navsari news in gujarati
ચીખલી: ચીખલી પાણી પુરવઠા વિભાગની કચેરીમાં વાંસદાના ધારાસભ્ય તાલુકા પંચાયતના પ્રમુખ વગેરેએ વાંસદા તાલુકામાં બોરવેલ કરી આપવા માંગણી કરવામાં આવી હતી. 
 
વિવિધ ગામોમાં બોરવેલ કરી આપવા રજૂઆત

પાણી પુરવઠાના યાંત્રિક વિભાગની ચીખલી સ્થિત કચેરીએ વાંસદાના ધારાસભ્ય છનાભાઈ ચૌધરી, વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ અનંતભાઈ પટેલ, જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા બારૂકભાઈ ચૌધરી સહિત આગેવાનો મોટી સંખ્યામાં ધસી આવી વાંસદા તાલુકાના વિવિધ ગામોમાં બોરવેલ કરી આપવા રજૂઆત કરાઈ હતી. વાંસદા તાલુકાના કેટલાક ગામોમાં એકથી બે કિલોમીટર દૂરથી પીવાનું પાણી લાવવું પડે છે અને પાણીની સમસ્યા વિકટ થઈ રહી છે ત્યારે પાણી પુરવઠા દ્વારા ગામેગામ સરવે કરી વાંસદા તાલુકા પંચાયતના 28 સભ્યો અને જિલ્લા પંચાયત 7 સભ્યો દીઠ પાંચ-પાંચ બોર કરી આપવા રજૂઆત કરવામાં આવી હતી.
 
આગેવાનો સાથે મહિલા સભ્યો પણ મોટી સંખ્યામાં જોડાઈ
 
વધુમા ગત વર્ષે 80 જેટલા બોરની માંગણી સામે 60 જ બોર કરી આપવામા આવ્યા હોવાનો પણ આક્ષેપ કરાયો હતો. આ ઉપરાંત વાંસદાના આગેવાનો દ્વારા બોરવેલ દિવસ દરમિયાન જ કરવામાં આવે તેવી પણ માગ કરવામાં આવી હતી. વાંસદા તાલુકાના આગેવાનો સાથે મહિલા સભ્યો પણ મોટી સંખ્યામાં જોડાઈ હતી. વાંસદા તાલુકા પંચાયતના પ્રમુખ અનંતભાઈ પટેલે જણાવ્યું હતું કે વાંસદામાં બોરવેલની અમારી માંગણી સંતોષવામાં ન આવશે તો અમે ગત વર્ષની જેમ હલ્લાબોલનો કાર્યક્રમ કરી કચેરીને તાળાબંધી કરી કચેરીની બહાર બેસી જઈશું.
 
હલ્લબોલ અને તાળાબંધી કરવાની ચીમકી
 
આમ કચેરીને તાળાબંધી કરવાની પણ ચીમકી આપવામાં આવી હતી. બીજી તરફ પાણી પુરવઠાના આદિવાસી દ્વારા જરૂરી સરવે કરી જરૂરિયાત મુજબ પ્રાથમિકતા આપી તબક્કાવાર બોરવેલ કરી આપવાની હૈયાધરપત આપવામાં આવી હતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Threatened To Lockout Office, People Demanding For Borewell in Vansda
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended