Home »Daxin Gujarat »Latest News »Navsari» Poor Tribal Marriage Ceremonies At Khergam

ખેરગામ: ગરીબ આદિવાસીના લગ્ન કરાવી માનવતા મહેકાવી

Bhaskar News, Khergam | Mar 14, 2017, 22:46 PM IST

  • ખેરગામ: ગરીબ આદિવાસીના લગ્ન કરાવી માનવતા મહેકાવી,  navsari news in gujarati
ખેરગામ:ખેરગામ તાલુકામાં આવેલા ધામધુમાં ગામે રહેતા ગરીબ આદિવાસી પરિવારના યુવક-યુવતીના આછવણી ગામના પ્રગટેશ્વર ધામમાં ધર્માચાર્ય પરભુદાદાએ લગ્ન કરાવી બંને પક્ષે પધારેલા મહેમાનોના ભોજન સહિત તમામ ખર્ચ જાતે ઉઠાવી આદિવાસી નવદંપતીને લગ્નજીવનની શરૂઆત કરાવી માનવતા મહેકાવી હતી. હોળીના પવિત્ર અવસરે ધામધુમાં ગામના દાદરી ફળિયામાં રહેતા કનુભાઈ કલ્યાણભાઈ અને પેલાડ ફળિયામાં રહેતા કાંતાબેન જીવનભાઈ પટેલ લગ્નગ્રંથીથી જોડાવા માટે પોતાના સંબંધીઓ સાથે આછવણી ગામના પ્રગટેશ્વરધામમાં આવી પહોંચ્યા હતા.
 
હોળીના પવિત્ર અવસરે પ્રગટેશ્વરદાદાના આશીર્વાદથી લગ્નજીવનની શરૂઆત કરી
 
મંદિરના ગોર મહારાજ કશ્યપ જાની તથા પરભુદાદાના સાનિધ્યમાં લગ્નની વિધિ સંપન્ન કરાવી પોતાના લગ્ન જીવનની શુભ શરૂઆત પ્રગટેશ્વર મહાદેવના આશીર્વાદથી કરી હતી. આ પ્રસંગે વર અને કન્યા તરફથી પધારેલા તમામ મહેમાનોનું સ્વાગત અને ભોજનનો તમામ ખર્ચ પ્રગટેશ્વર સમિતિ અને પરભુદાદા તરફથી ઉઠાવવામાં આવ્યો હતો. પરભુદાદાએ નવદંપતીને આશીર્વચન આપતા કહ્યું હતું કે જીવનમાં પતિ-પત્ની એ સંસાર ચક્રના પૈંડા છે,જેનાથી સંસાર સારો ચાલે છે.સારા સંસારથી ધર્મ,અર્થ અને મોક્ષ પ્રાપ્ત કરી જીવન મુક્તિ પ્રાપ્ત કરે છે.પ્રગટેશ્વરદાદાના સાનિધ્યમાં હોળીના પવિત્ર અવસરે થયેલા લગ્ન બંનેના જીવનમાં સુખ,સમૃદ્ધિનો ઉજાસ લાવે અને ભગવાન મહાદેવની કૃપા હમેશા બની રહે તેવા આશીર્વચન આપ્યા હતા. આ પ્રસંગે ગોપાલજી પટેલ તેમજ પ્રગટેશ્વર સમિતિના સદસ્યોએ લગ્નની તમામ તૈયારીઓમાં સહયોગ પૂરો પડ્યો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Poor tribal marriage ceremonies at Khergam
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended