Home »Daxin Gujarat »Latest News »Navsari» One Killed In Vansda Accident Truck Collision Tempo Near Lakhavadi Village

વાંસદા: લગ્નમાં જતા પરિવરને ટ્રકે અડફેટે લીધો, 14 વર્ષિય છોકરીનું મોત

Bhaskar News, Vansda | May 19, 2017, 04:34 AM IST

  • ટ્રકે ટેમ્પોને અડફેટે લીધા બાદ ઝાડ સાથે અથડાઇ
વાંસદા:વાંસદા તાલુકાના લાખાવાડી ગામેથી સીણધઇ ગામે છોટા હાથી ટેમ્પોમાં બેસીને લગ્નમાં જવાના હતા એ દરમિયાન ઉભેલા છોટા હાથીને હાઇવા ટ્રક ચાલક અડફેટમાં લેતા 14 વર્ષિય છોકરીનું મોત થયું અને બે યુવાનોને ગંભીર ઇજાઓ થતા આલીપોર ચિખલી રિફર કર્યા ટ્રક અકસ્માત બાદ ઝાડ સાથે અથડાતા ક્ષતિગ્રસ્ત થયું.

ટેમ્પાને ટક્કર મારી ટ્રક ઝાડે અથડાઇ

વાંસદા પોલીસ મથકેથી પ્રાપ્ત માહીતી મુજબ બુધવારે રાત્રે 8 કલાકે લાખાવાડી ગામેથી છોટા હાથી ટેમ્પો નં.જીજે.21.ડી.5406માં સીણધઇ ગામે લગ્નમાં જવા માટે બેસવા માટે જઇ રહયા હતા એ દરમિયાન હાઇવા ટ્રક નં.જીજે.6.ઝેડઝેડ.0026 નાં ચાલક જેના નામ ઢામની ખબર નથી ટ્રક પુર જોસમાં અને ગફલતભરી હંકારી રોડની નીચે ટેમ્પાની રોડ સાઇડે જોરમાં ઉતારી દઇ ટેમ્પોમાં બેસવા જતી અમિષા કમલેશભાઇ, શ્વેતા કમલેશભાઇ પટેલ, સુહાની નિલેશભાઇ પટેલને અડફેટમાં લેતા ગંભીર ઇજા પહોંચતા ખાનગી વાહનમાં ત્રણે છોકરીઓ બેસાડી ચીખલી આલીપોર હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, અકસ્માતમાં કિશોરીનું મોત, બેને ઇજા....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: One Killed in Vansda Accident Truck Collision Tempo Near Lakhavadi Village
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended