Home »Daxin Gujarat »Latest News »Navsari» Navsari District Unopposed All The Members Of The Chamber

નવસારી ડિસ્ટ્રિકટ ચેમ્બરના તમામ હોદ્દેદારો બિનહરીફ વરાશે

Bhaskar News, Navsari | Apr 18, 2017, 22:32 PM IST

  • નવસારી  ડિસ્ટ્રિકટ ચેમ્બરના તમામ હોદ્દેદારો બિનહરીફ વરાશે,  navsari news in gujarati
નવસારી:નવસારી ડિસ્ટ્રિકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના આગામી વર્ષના પ્રમુખ સહિત તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાશે. નવસારી જિલ્લાનું વેપારીઓનું મહત્ત્વનું સંગઠન ધી નવસારી ડિસ્ટ્રિકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ છે. આ ચેમ્બરની 2017-18ના વર્ષના હોદ્દેદારોની ચૂંટણી જાહેર થઈ હતી. ચૂંટણી માટે ઉમેદવારીપત્રકો ભરવાની અને ચકાસણી કરવાની મુદત આજે 18મીએ હતી. આ મુદતમાં ચેમ્બરના કુલ 7 હોદ્દા માટે એક-એક ઉમેદવારીપત્રકો જ આવતા તમામ ઉમેદવારો બિનહરીફ ચૂંટાવાની શક્યતા ઉભી થઈ છે.

પ્રમુખપદ માટે એકમાત્ર ઉમેદવારી પ્રદીપ મનોહરલાલ જૈને કરતા તેઓ પુન: પ્રમુખપદે ચૂંટાશે. તેઓ ચોથી વખત ચેમ્બરના પ્રમુખપદે બિરાજશે. અન્ય હોદ્દા માટે ઉમેદવારી કરનારાઓમાં પ્રથમ ઉપપ્રમુખપદે જયંત ગુલાબભાઈ મહેતા, દ્વિતીય ઉપપ્રમુખ તરીકે નંદલાલ કાંજાણી, માનદમંત્રી તરીકે ગિરીશ દિનેશચંદ્ર ગાંધી, પ્રથમ માનદ સહમંત્રી તરીકે રમેશ એરવાડીયા, દ્વિતીય માનદ સહમંત્રી તરીકે આનંદ દોલતરાય નાયક અને ખજાનચીપદે અજયકુમાર રણજીતરાય દેસાઈ ઉમેદવારી કરી હતી. ઉમેદવારીપત્રક ખેંચવાની મુદત બાદ સ્થિતિ સ્પષ્ટ થશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Navsari district unopposed all the members of the Chamber
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended