Home »Daxin Gujarat »Latest News »Navsari» Navsari District Lawyers Held A Rally In Protest

નવસારી જિલ્લામાં બાર એસો.નો ધી એડવોકેટ એક્ટ બીલનો વિરોધ

Rajesha Rana, Navsari | Apr 21, 2017, 22:52 PM IST

વાંસદા:વાંસદા બાર એસોસિએશન દ્વારા લોકસભામાં લો કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા મુકવામાં આવેલા ધી એડવોકેટ એક્ટ (એમેન્ડમેન્ટ) બીલનો વિરોધ કરતું એક આવેદનપત્ર રાજ્યપાલ, ગુજરાત રાજ્યને પહોંચાડવા માટે વાંસદા મામલતદારને સુપરત કર્યા બાદ આ બીલની હોળી કરવામાં આવી હતી. વાંસદા બાર એસોસિએશનના પ્રમુખ એડવોકેટ રમણભાઈ પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં વકીલમિત્રો ન્યાયમંદિર વાંસદા ખાતેથી એકત્રિત થઇ વાંસદા મામલતદાર કચેરી ખાતે પહોંચી ધી એડવોકેટ એક્ટ (એમેન્ડમેન્ટ) બીલનો વિરોધ કરતું એક આવેદનપત્ર સૂત્રોચ્ચાર કરી વાંસદા મામલતદારને સુપરત કર્યું હતું. 

આવેદનપત્રમાં જણાવ્યા મુજબ લોકસભામાં લો કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા મુકવામાં આવેલ ધી એડવોકેટ એક્ટ (એમેન્ડમેન્ટ) બિલ નં. 266 તા. 23-03-2017થી રજુ કરવામાં આવ્યું છે. જે એડવોકેટ એક્ટમાં સુધારા-વધારા કરવા માટે સૂચિત બીલમાં માંગણી કર્યું છે તે માંગણીઓ બિન લોકશાહી અને વકીલોના હક્ક-હિતો ઉપર ભયંકર અસર કરનારૂ અને હક્ક હિતો છીનવાય જાય તેવું છે. જેથી અમો વકીલો તેનો વિરોધ કરીએ છે.
 
ચીખલીમાં  પ્રાંત અધિકારીને આવેદન
 
ચીખલી વકીલ મંડળ દ્વારા લો કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા લોકસભામાં રજૂ થયેલા નવા બીલને લઈ વિરોધ નોંધાવી ચીખલીના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી પરિપત્રની હોળી કરી હતી. પ્રમુખ યોગેશ ભટ્ટની આગેવાનીમાં ચળવળ આગળ ચાલી રહી છે. જેના ભાગરૂપે ચીખલી વકીલ મંડળ પણ વિરોધમાં જોડાઈ કોર્ટ કાર્યથી અળગા રહી રેલી યોજી પ્રાંત કચેરી ખાતે જઈ ચીખલી પ્રાંત અધિકારી આર.બી. ભોગાયતાને આવેદનપત્ર પાઠવી બીલની હોળી કરી તેનો ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
 
આહવા સિવિલ કોર્ટ કંપાઉન્ડને તાળું મરાયું
 
લો કમિશન ઓફ ઈન્ડિયા દ્વારા લોકસભામાં રજૂ થયેલા એડવોકેટ (એમેન્ડમેન્ટ) બીલ 2017ના બીલને લઈ વકીલો માટે અન્યાયી બની જાય એવી જોગવાઈઓ સામે દેશભરમાં ઉગ્ર વિરોધ થઈ રહ્યા છે. જેના ભાગરૂપે ડાંગ જિલ્લા બાર એસોસિએશને નવા એડવોકેટ એકટના વિરોધમાં કોર્ટ કાર્યવાહી-કામગીરીથી અળગા રહી બહિષ્કાર કરી ડાંગ કલેકટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું.  લો કમિશને હાઈકોર્ટના બાર એસોસિએશનો, જિલ્લા તાલુકાના વકીલ મંડળોના સૂચનો કે મંતવ્યો જાણ્યા વિના જ બીલમાં જોગવાઈઓ સૂચવી દેવામાં આવી છે.   આહવા બાર એસો.  તરફથી જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર સુપરત કર્યા બાદ આહવા સિવિલ કોર્ટ કંપાઉન્ડને તાળુ મારી સમગ્ર વકીલોએ બીલની હોળી પ્રગટાવીને બીલનો વિરોધ કર્યો હતો.
 
( તસવીર - રાજેશ રાણા )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...


(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Navsari district lawyers held a rally in protest
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended