Home »Daxin Gujarat »Latest News »Navsari» Liquor Filled Car Overturned Near Fadvel Village Of Chikhli

ચીખલી: ચાલકે કાબૂ ગુમાવતાં કાર પલ્ટી, દારૂની બોટલો લેવા લોકો દોડ્યા

Bhaskar News, Chikhli | May 19, 2017, 04:34 AM IST

  • ફડવેલ પાસે ઉંધી વળી ગયેલ દારૂ ભરેલ કાર
ચીખલી:ચીખલી તાલુકાના ફડવેલ ગામે મુખ્યમાર્ગ ઉપર દારૂ ભરેલ કાર પલટી જતા પોલીસે 1.06 લાખ રૂપિયાનો દારૂ અને કાર સાથે 4.56 લાખનો મુદ્દામાલ કબજે કરી તપાસ હાથ ધરી હતી. બનાવને પગલે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને કેટલાકે દારૂની મજા પણ માણી હોવાનું જાણવા મળ્યું હતું.

ફડવેલ ગામે ચાલકે કાબૂ ગુમાવતાં કાર પલટી

આ અંગે પ્રાપ્ત વિગત મુજબ બુધવારના રોજ સાંજના સમયે ચીખલી સાદકપોર લીમઝર માર્ગ ઉપર વાંસદા તરફ જઇ રહેલ સફેદ રંગની સ્કોડા કાર જીજે.5.સીકે.9126નાં ચાલકે સ્ટેયરીંગ પરનો કાબૂ ગૂમાવતા ફડવેલ ગામના વાડી ફળિયા પાસે કાર માર્ગની સાઇડે ઉતરી જઇ પલટી મારી ગઇ હતી. આ અકસ્માત સર્જાયો હતો અને દારૂની બોટલો વેરવિખેર થઇ જવા પામી હતી.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, પોલીસે 1,06,650 રૂપિયાનો દારૂ કબજે લીધો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Liquor Filled Car Overturned Near Fadvel Village Of Chikhli
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended