Home »Daxin Gujarat »Latest News »Navsari» Forestry 5 Students Will Descend On A Fast-Unto-Death 20 ICL

નવસારી: ફોરેસ્ટ્રીના 5 વિદ્યાર્થી 20મીથી આમરણાંત ઉપવાસ પર ઊતરશે

Bhaskar News, Navsari | Apr 18, 2017, 22:50 PM IST

  • નવસારી: ફોરેસ્ટ્રીના 5 વિદ્યાર્થી 20મીથી આમરણાંત ઉપવાસ પર ઊતરશે,  navsari news in gujarati
નવસારી:નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ફોરેસ્ટ્રી વિદ્યાશાખાના પાંચ વિદ્યાર્થીઓ આગામી 20મી એપ્રિલથી આમરણાંત મૌન-ભૂખ હડતાળ ઉપર ઉતરશે. જ્યારે અન્ય તમામ વિદ્યાર્થીઓ તેમને સહકાર આપશે. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓ તેમના પડતર પ્રશ્નોના નિરાકરણ માટે 23મી માર્ચ 2017થી આજદિન સુધી હડતાળ ઉપર છે. સરકારમાં અવારનવાર રજૂઆત અને વનમંત્રી સાથે મુલાકાત છતાં પણ વિદ્યાર્થીઓના પડતર પ્રશ્નોનું કોઈ નિરાકરણ આજદિન સુધી આવ્યું નથી. જેના કારણે વિદ્યાર્થીઓમાં આક્રોશ વ્યાપી ગયો છે.
 
રેલી કાઢી નાયબ કલેક્ટરને આવેદન પાઠવાયું

ઓલ ઈન્ડિયા એગ્રીકલ્ચર સ્ટુડન્ટ એસોસિએશન આ વિદ્યાર્થીઓ સાથે જોડાયું છે. ઉપરાંત વાલીઓને પણ તેમના આંદોલનને ટેકો આપ્યો છે. સરકાર દ્વારા આ આંદોલનને ધ્યાનમાં લેવાયું નથી. તેના કારણે વિદ્યાર્થીઓમાં હવે ધીરજનો અંત આવ્યો છે. આજે યુનિ. કેમ્પસમાં વિદ્યાર્થીઓએ રેલી કાઢી હતી અને જિલ્લા નાયબ કલેકટર કે.એસ. વસાવાને આવેદનપત્ર પાઠવ્યું હતું. આગામી 20મી એપ્રિલથી ફોરેસ્ટ્રીના પાંચ વિદ્યાર્થીઓ આમરણાંત મૌન-ભૂખ હડતાળ પર ઉતરશે તે અંગે પણ આવેદનપત્રમાં નોંધ કરવામાં આવી છે. આમરણાંત ભૂખ હડતાળ ઉપર યજ્ઞેશ પટેલીયા, મથુર ભગોરા, પ્રિયાંક પટેલ, પિંકલ પટેલ અને કેતુ પટેલ બેસશે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓ તેમને સહકાર આપી આંદોલનને વેગ આપવાનો પ્રયાસ કરશે. વિદ્યાર્થીઓના આમરણાંત ઉપવાસ શસ્ત્રથી સરકારમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાય તેવી શક્યતા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Forestry 5 students will descend on a fast-unto-death 20 ICL
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended