Home »Daxin Gujarat »Latest News »Navsari» Forestry 5 Students Will Be Started Hunger Strike In Navsari

નવસારી: ફોરેસ્ટ્રીના 5 વિદ્યાર્થીની ભૂખ હડતાલ, ભરતીમાં પ્રાધાન્ય આપવા માંગ

Rajesh Rana, Navsari | Apr 20, 2017, 23:47 PM IST

  • નવસારીમાં કૃષિ યુનિવર્સિટી ખાતે ફોરેસ્ટ્રીના વિદ્યાર્થીઓ આમરણાંત ભૂખ હડતાળ પર બેઠા હતા
નવસારી: નવસારીમાં કૃષિ યુનિવર્સિટી ખાતે ફોરેસ્ટ્રી વિભાગના વિદ્યાર્થીઓએ પોતાની માંગણીની સંદર્ભમાં આજે ગુરૂવારથી આમરણાંત મૌન-ભૂખ હડતાલનો પ્રારંભ કર્યો છે. આજે 5 વિદ્યાર્થીઓથી શરૂઆત કરાયા બાદ દિવસે દિવસે આ ભૂખ હડતાલમાં એક એક વિદ્યાર્થી ઉમેરાતો જશે, જેના કારણે આ આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા છે.

5 વિદ્યાર્થીઓએ આમરણાંત ભૂખ હડતાલ પ્રારંભ કર્યા

નવસારીમાં એરૂ સ્થિત કૃષિ.યુનિમાં ફોરેસ્ટ્રી વિભાગના વિદ્યાર્થીઓ છેલ્લા 25 દિવસના વધુ સમયથી પોતાની વિવિધ માંગણીનાં સંદર્ભે આંદોલન કરી રહયા છે.સૌ પ્રથમ રજુઆતોનો દોર શરૂ કરાયા બાદ આંદોલન દિવસે દિવસે વેગ પડતું ગયું હતું. આજે હવે આંદોલન ભૂખ હડતાલ સુધી પહોંચ્યું છે. અગાઉ રાજ્ય સરકારના વન અને પર્યાવરણ મંત્રી  ગણપત વસાવા સાથે વિદ્યાર્થી અને યુનિ.ના વિસી ડાંગરીયા સાથે બેઠક થઇ હતી જેમાં વિદ્યાર્થીઓની માંગણીના સંદર્ભે તપાસ કરવા માટે અને વિવિધ પાસાઓની ચકાસણી અર્થે કમીટીની રચના કરવામાં આવી હતી.

ભરતીમાં ફોરેસ્ટ્રીનાં વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપવા માંગ

તે છતાં પણ વિદ્યાર્થીઓનાં પ્રશ્નોનાં નિરાકરણ આજ દિન સુધી આવ્યું નથી. આ વિદ્યાર્થીઓ એસીએફ અને આરએફઓની ભરતીમાં ફોરેસ્ટ્રીનાં વિદ્યાર્થીઓને પ્રાધાન્ય આપવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીઓ કરી રહયા છે. હક લઇશું નહી તો મુંગા જ મરીશું તથા ગુજરાત સરકાર જાગો અમને અમારો હક આપો જેવા બેનરો સાથે આજે વિદ્યાર્થીઓએ  ભૂખ હડતાળનો પ્રારંભ કર્યો હતો. તે પછી રોજબરોજ એક એક વિદ્યાર્થી આ હડતાલમાં જોડાતો રહેશે અને આખરે તમામ વિદ્યાર્થીઓએ ભૂખ હડતાલમાં જોડાઇને ન્યાયની માંગણી કરશે.
 
(તસવીરો: રાજેશ રાણા, નવસારી)
આગળની સ્લાઇડ્સમાં વાંચો, વીસીએ વિદ્યાર્થીઓની મુલાકાત લીધી....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Forestry 5 Students Will Be Started Hunger Strike in Navsari
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended