Home »Daxin Gujarat »Latest News »Navsari» Even After 70 Years Dager Village Way Is Still Raw Metal

આઝાદીનાં 70 વર્ષ પછી પણ ડાંગ જિલ્લાના દહેર ગામે જવાનો રસ્તો હજુ કાચી મેટલનો

Bhaskar News, Saputara | Apr 21, 2017, 22:41 PM IST

  • આઝાદીનાં 70 વર્ષ પછી પણ ડાંગ જિલ્લાના દહેર ગામે જવાનો રસ્તો હજુ કાચી મેટલનો,  navsari news in gujarati
સાપુતારા:ડાંગના રાજાઓનું દર વર્ષે રાજ્ય સરકાર મેળો ભરી સન્માનિત કરે છે તેમજ તેઓને પોલિટિકલ પેન્શન પણ આપવામાં આવે છે. આ પાંચ પૈકી એક રાજનું ગામ છે દહેર. આ ગામમાં જવા માટે આઝાદીના 70 વર્ષ પછી પણ રસ્તો કાચો મેટલનો છે.
 
ડાંગના પાંચ રાજા પૈકી એક રાજા દહેર ગામના, આ માર્ગ પર 108 પણ નથી જઈ શકતી
 
રાજ્ય સરકાર સામાન્ય રીતે રાજાઓની સમસ્યાઓને વિશેષ અગ્રતા આપી નિવેડો લાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે જિલ્લાનું તંત્ર આ રસ્તાની સમસ્યાનો સામનો કરતા ત્રણ જેટલા ગામોના લોકો પ્રત્યે ઉદાસીનતા દાખવે છે એ યોગ્ય નથી. આ રસ્તો કરંજડા ગામની નર્સરીથી દહેર સુધીનો છે. અહીં સમસ્યા માત્ર એક રાજાની જ નહીં પણ ત્રણ ગામના પ્રજાની છે ! દહેર, ઉંગા અને બેજા આ ત્રણ ગામમાં જ્યારે તકલીફના સમયે 108 બોલાવાય છે ત્યારે ભારે મુશ્કેલી પડે છે અને આ ખરાબ રસ્તામાં દર્દી અધમુઓ થઈ જાય છે.

ચોમાસામાં 108 આ રસ્તે જઈ પણ શકતી નથી ત્યારે વાહનો સુબીર, કડમાળ થઈને લઈ જવા પડે છે. જે ખુબજ લાંબો રૂટ હોવાથી સંકટ સમયે દર્દીઓને સમયસર સારવાર પણ મળતી નથી. આ રસ્તાની સમસ્યા અંગે જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર અજીત ચૌધરીને પૂછતાં તેઓએ જણાવ્યું હતું કે રસ્તો ખુબ જ મહત્ત્વનો છે અને આ બાબતે દહેરના રાજાની પણ રજૂઆત આવી છે. અમારા ખાતા દ્વારા 10 દિવસમાં રસ્તાનું કામ શરૂ કરી દેવામા આવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Even after 70 years dager village way is still raw metal
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended