Home »Daxin Gujarat »Latest News »Navsari» Devdha Dam Intekavel Pipeline Rupture At Bilimora

બીલીમોરા: દેવધા ડેમ ઇન્ટેકવેલ પાઇપલાઇનમાં ભંગાણ

Bhaskar News, Bilimora | Apr 18, 2017, 22:32 PM IST

  • બીલીમોરા: દેવધા ડેમ ઇન્ટેકવેલ પાઇપલાઇનમાં ભંગાણ,  navsari news in gujarati
બીલીમોરા:બીલીમોરા નજીકના દેવસર ખાતે આવેલ દેવધા ડેમ પાસે બનાવાયેલા ઇન્ટેકવેલની પાઇપલાઇનમાં ખામી સર્જાતા બપોર બાદ બીલીમોરા પશ્ચિમ વિસ્તારનો પાણી પુરવઠો પ્રભાવીત થવા પામ્યો હતો. કાળઝાળ ગરમીમાં લોકોએ પાણી વગર રહેવાનો વારો આવ્યો હતો. બીલીમોરા શહેરમાં બીલીમોરા આંતલીયા સ્થિત ફિલ્ટરેશન પ્લાન્ટ મારફત પાણી પહોંચાડવામાં આવે છે. આ ફિલ્ટરેશન પ્લાન્ટમાં બીલીમોરા નજીકથી વહેતી કાવેરી તથા અંબિકામાંથી પાઇપ લાઇન વાટે પાણી લાવી તેને ફીલ્ટર કરી.પાણીનો જથ્થો પુરો પાડવામાં આવે છે.
 
બીલીમોરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં બપોર બાદ પાણી ન અપાયું, હાલમાં કાવેરી નદીનો પટ પણ સૂકો હોવાથી મુશ્કેલી
 
હાલ કાવેરી નદી સુકી ભઠ્ઠ બનતા દેવધા ડેમમાંથી પાણી લાવી તે પાણી શુધ્ધ કરી બીલીમોરાની જનતાને પહોંચાડવામાં આવી રહયું હતું. પરંતુ મંગળવારે સવારે 10 કલાકે પાવર આવન જાવનમાં સર્જાયેલ ખામીમાં પાણીના ફોર્સમાં આવેલ વધ ઘટના કારણે દેવધા ઇન્ટેકવેલની મુખ્ય 20 ડાયાની લાઇનમાં ભંગાણ સર્જાયુ હતું, જેમાં પાણીનું પ્રેશર વધી જતા પાઇપના બેન્ડવાળી જગ્યા પર જોઇન્ટમાંથી પાઇપ ખસકી જતા પાણીનો પુરવઠો બંધ કરવો પડ્યો હતો.
 
હાલ આ સર્જાયેલા ભંગાણમાં પાઇપના બેન્ડને યથાસ્થાને ફરી રિપેર કરી સરખુ કરવાનું કામ યુધ્ધના ધોરણે આરંભાયું હતું. આ પાણી પુરવઠો ખોરવાવાના કારણે બીલીમોરા તીસરી ગલી,પંચરત્ન વાળી ગલી,નાગરજી પટેલ ચાલ,મહાત્મા ગાંધી રોડ,આનંદ બાગ સોસાયટી કાકરા ખાડી વિસ્તારમાં સંધ્યાકાળનો પાણીનો પુરવઠો ખોરવાયો હતો. હાલમાં જો કાવેરી નદી સુકાઇ જતા પાણી દેવધા ડેમ વાટે મેળવવામાં આવી રહયું હતું.જો કાવેરી નદીમાં પણ હાલ પાણી હોત તો લોકોને આ પાણી કાપનો સામનો કરવો પડ્યો ન હોત. પરંતુ કાવેરી નદીનું બધુ પાણી વહી જતા હાલ નદી જ પાણી વિહોણી થઇ છે. જોકે આ સર્જાયેલ ભંગાણ દુર કરવા યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.
 
પાણીનો સપ્લાય મોડેથી અપાશે

રીપેરીંગ કામ યુધ્ધના ધોરણે ચાલી રહયું હોવાનું જણાવી તેને વહેલી તકે રીપેરીંગ કરી ફરી પાણી પુરવઠો મોડો મોડો પણ બહાલ કરી પાણીની સપ્લાય મોડેથી પણ અપાશે. - ભરતભાઇ મીસ્ત્રી, ઇ.ચા.સીટી ઇજનેર, પાલિકા
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: devdha Dam intekavel pipeline rupture at Bilimora
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended