Home »Daxin Gujarat »Latest News »Navsari» Building Collapsed, Fire Brigade Officer Save Family Life At Navsari

નવસારી: મકાન ધસી પડતાં દોડધામ, ફાયર બ્રિગેડની ટીમે બચાવ્યો પરિવારનો જીવ

Rajesh Rana, Navsari | Apr 21, 2017, 22:47 PM IST

  • ફાયર બ્રિગેડની ટીમે બચાવ્યો પરિવારનો જીવ
નવસારી:નવસારીના મોઠવાડ વિસ્તારમાં આવેલા નગરપાલિકાના કર્મચારીનું જુના મકાનનો દિવાલ સહિતનો કેટલોક ભાગ પડી જતા દોડધામ મચી હતી. જોકે કોઈને હાનિ થઈ ન હતી. નવસારી પાલિકાના સેનેટરી વિભાગમાં કામ કરતા કર્મચારી ઈમ્તિયાઝ ટેલર તથા તેનો પરિવાર શહેરના મોઠવાડ સ્ટ્રીટમાં રહે છે. તેમનું ઘર જૂનુ છે. આજે શુક્રવારે બપોરના સમયે ઈમ્તિયાઝ તથા તેનો પરિવારના સભ્યો ઘરમાં હતા તે સમયે અચાનક જ દિવાલની ધૂળ પડવાની શરૂઆત થઈ હતી.

ઘડીકવારમાં મકાનની એક બાજુની દિવાલનો કેટલોક ભાગ ધરાશાયી થઈ ગયો હતો. જોકે આ સમયે દિવાલ જ્યાં પડી ત્યાં તેમના પરિવાર ન હતો અને સમયસૂચકતા વાપરી બહાર નીકળી ગયો હતો. ઘરમાં રહેતા ઈમ્તિયાઝ ટેલર સહિત ઘરના પાંચ સભ્યોમાંથી કોઈને ઈજા કે હાનિ થઈ ન હતી. ઘટનાના સમયે દોડધામ મચી હતી અને લોકસમૂહ ભેગો થઈ ગયો હતો. નવસારી પાલિકાનો ફાયરબ્રિગેડનો સ્ટાફ પણ ઘટનાસ્થળે આવી પહોંચ્યો હતો અને જહેમત ઉઠાવી હતી.
 
( તસવીર - રાજેશ રાણા )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: building collapsed, Fire brigade officer save family life at Navsari
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended