Home »Daxin Gujarat »Latest News »Navsari» Boar Out Of The Pit After An Attack On A Local

ચીખલી: કૂવામાંથી બહાર કાઢ્યા બાદ સુવરનો સ્થાનિક પર હુમલો

Bhaskar News, Chikhli | Apr 17, 2017, 22:48 PM IST

  • ચીખલી: કૂવામાંથી બહાર કાઢ્યા બાદ સુવરનો સ્થાનિક પર હુમલો,  navsari news in gujarati
ચીખલી:ચીખલી તાલુકાના છેવાડાના માંડવખડક ગામે જંગલી સુવરોનું સાત જેટલાનુ ટોળુ અંધારામાં સિંગલ ફળિયા વિસ્તારમાં કૂવામાં ખાબક્યું હતું અને સ્થાનિકો દ્વારા વન વિભાગના સહયોગથી તમામ સુવરોને સહીસલામત કૂવામાંથી બહાર કઢાયા હતા. એ દરમિયાન સુવરે ખેડૂત પર હુમલો કરતા નાસભાગ મચી હતી.
 
ચીખલીના માંડવખડક ગામે  ભૂંડ કૂવામાં પડ્યું હતું
તાલુકાના છેવાડાના અને જંગલ વિસ્તારથી ઘેરાયેલા માંડવખડક ગામમા છેલ્લા કેટલાક દિવસોથી જંગલી સુવરના ટોળા આતંક મચાવી રહ્યા છે. ખેડૂતોના મગફળી,જુવાર, ડાંગર જેવા પાકને નુકસાન કરવાનું યથાવત રાખી આજરોજ માનવજાત પર પણ હુમલો કરાતા લોકો ભયભીત બની ગયા છે. જંગલી સુવરના હુમલામાં ગામમા રમતુભાઈ નામના ખેડૂતને શરીરના વિવિધ ભાગો પર ઈજા પહોંચી હતી અને લોહીલુહાણ થતા સારવાર લેવાની નોબત આવી હતી. 
 
વન વિભાગ દ્વારા ખેતીપાકને નુકસાની અંગે નિરીક્ષણ કરી પંચક્યાસ સહિતની કામગીરી કરી હતી પરંતુ જંગલી સુવરોને નાથવા પગલાં ન ભરાતા ખેતીપાકને નુકસાન સાથે હવે માનવજાત પર હુમલા થતા વન વિભાગની નિષ્ક્રિયતાને પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Boar out of the pit after an attack on a local
(Read News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended