Home »Daxin Gujarat »Latest News »Navsari» Agriculture University Engineer Was Caught Taking Bribe Of Rs 1.50 Lakh In Navsari

નવસારી: એગ્રીકલ્ચર યુનિ.ના એન્જિનિયર 1.50 લાખની લાંચ લેતા ઝડપાયા

Rajesh Rana, Navsari | Apr 20, 2017, 23:57 PM IST

  • નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના એન્જિનિયરને લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાયો
નવસારી:નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ઓવરશિયર એન્જિનિયરને નવસારી એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)ની ટીમે રૂ. 1.50 લાખની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડ્યો છે. નવસારીમાં આટલી મોટી રકમ લાંચરૂપે સ્વીકારવાની આ પહેલી ઘટના માનવામાં આવે છે. એસીબીની ટીમે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. 

- હોસ્ટેલ બાંધવાનું રૂ. 15 લાખનું બિલ પાસ કરાવવા કોન્ટ્રાકટર પાસે લાંચ માગી

એસીબી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી કેમ્પસમાં હોસ્ટેલ બનાવવાનો કામગીરી કોન્ટ્રાકટરે પૂર્ણ કરી દીધા પછી તેનું બીલનું ચૂકવણુ છેલ્લા ઘણાં સમયથી બાકી હતું. રૂ. 15 લાખ જેટલું આ બીલ કોન્ટ્રાકટરે યુનિ.માંથી મેળવવાનું હતું. આ બીલ કૃષિ યુનિ.માં એક્ઝિક્યુટીવ એન્જિનિયર ઓફિસમાંથી મેળવવાનું હતું. આ બીલની રકમ મેળવવા કોન્ટ્રાકટરે અવારનવાર ઓફિસમાં રજૂઆત કરી હતી પરંતુ એક્ઝિક્યુટીવ ઓફિસમાં ઓવરશિયર એન્જિનિયર તરીકે સેવા આપતા રાજકુમાર ડી. પ્રજાપતિ કોઈને કોઈ બહાના કાઢી કોન્ટ્રાકટરને ધક્કા ખવડાવતા રહ્યા હતા.

બાદમાં તેણે ફાઈનલ બીલ બનાવવા માટે કોન્ટ્રાકટર પાસેથી રૂ. 1.50 લાખની માંગણી કરી હતી. કોન્ટ્રાકટર સાથે તેણે આ લાંચની માંગણી કરતા કોન્ટ્રાકટરે આ બાબતની એસીબીમાં ફરિયાદ કરી હતી. કોન્ટ્રાકટરે ઓવરશિયર એન્જિનિયર રાજકુમાર પ્રજાપતિ સાથે થયેલી લાંચ અંગેની વાતચીત અંગેનું પોતાના મોબાઈલમાં વોઈસ રેકોર્ડરમાં રેકર્ડ કરી લીધુ હતું. આ તમામ આધાર પુરાવા સાથે એસીબીને કરેલી ફરિયાદને આધારે નવસારી એસીબી પીઆઈ વી.એ. દેસાઈએ સુરત ગ્રામ્ય વિસ્તારના એસીબી પીઆઈ એન.એસ.ચૌહાણની ટીમ સાથે ટ્રેપ ગોઠવી હતી. જેમાં કોન્ટ્રાકટર પાસેથી રૂ. 1.50 લાખ જેટલી માતબર રકમ રાજકુમાર પ્રજાપતિએ લેતા તેઓ રંગેહાથ એસીબીના ટ્રેપમાં ભેરવાઈ ગયા હતા.
 
(તસવીર: રાજેશ રાણા, નવસારી)
આગળની સ્લાઇડ્સમાં વાંચો, યુનિ. કેમ્પસમાં આ મુદ્દે ચર્ચાનો વિષય બન્યો
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Agriculture University Engineer Was Caught Taking Bribe of Rs 1.50 Lakh in Navsari
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended