Home »Daxin Gujarat »Latest News »Narmada» Fierce Opposition To Higher Fees Villages Schools

રાજપીપળા: ગામડાઓની શાળાઓમાં વધારે ફી સામે ઉગ્ર વિરોધ

Pravin Patwari, Rajpipla | Apr 19, 2017, 23:09 PM IST

  • રાજપીપળા: ગામડાઓની શાળાઓમાં વધારે ફી સામે  ઉગ્ર વિરોધ,  narmada news in gujarati
રાજપીપળા:ગુજરાત સરકારના શાળાઓની ફી નકકી કરતાં બિલમાં  ફક્ત શહેરી વિસ્તારને ધ્યાનમાં રાખી અને ગ્રામ્ય વિસ્તારની અનદેખી કરીને નક્કી કરાયું હોવાના આક્ષેપ સાથે બુધવારે રાજપીપળામાં યુથ કોંગ્રેસે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. પ્રદેશ કોંગ્રેસ મંત્રી હરેશ વસાવાની આગેવાનીમાં નર્મદા જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ માલવ બારોટ, શહિદ શેખ,  નાંદોદ તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ નીલમ વસાવા, NSUI પ્રમુખ મોઇન શેખ સહીતના કાર્યકરોરજૂઆતમાં જોડાયા હતા.
 
વધારે ફી લેતી હોવાનો આક્ષેપ કરાયો
 
જણાવ્યા અનુસાર  સરકારે જે ફીનો રેસિયો રાખ્યો છે તે ખરેખર શહેરી વિસ્તારોને ધ્યાનમાં રાખી ગ્રામ્ય વિસ્તારની અવગણના કરી નક્કી કર્યો છે. આવા વિસ્તારોમાં ધારાધોરણ કરતા ઊંચી ફી સંચાલકો દ્વારા લેવાતી હોવાને લીધે તેઓ પોતાના બાળકોને સારી સંસ્થામાં પ્રવેશ અપાવી શકતાં નથી. ગ્રામ્ય વિસ્તારોમાં કોન્સેપટ સ્કૂલોના નામે વાલીઓ પાસેથી વધુ ફી ઉઘરાવાય રહી છે.જે સંસ્થાને સરકારે નક્કી કરેલ ફી કરતા વધુ ફી લેવી હોઈ તે સંસ્થાને સરકારે રચેલા ફી નિયમન પંચ સમક્ષ હાજર રહેવાનું જણાવી છટકબારી રાખી છે.
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Fierce opposition to higher fees villages schools
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended