Home »Daxin Gujarat »Latest News »Narmada» Congress Rajpipla Torch Rally To Protest Against Unemployment

રાજપીપળામાં બેરોજગારીના વિરોધમાં કોંગ્રેસની મશાલ રેલી

Pravin Patwari, Rajpipla | Mar 18, 2017, 00:01 AM IST

રાજપીપળા:રાજય સરકારઆદિવાસી યુવાનોને રોજગારી કે નોકરી આપવામાં તદ્દન નિષ્ફળ નિષ્ફળ રહી હોવાના દાવા સાથે નર્મદા જિલ્લા યુવા કોંગેસ દ્વારા મશાલ રેલી કાઢવામાં આવી હતી. મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજર રહી સરકાર વિરોધી નારેબાજી કરતા કાર્યક્રમને લઈ ચકકાજામ થઇ ગયો હતો.
 
સરકારી કાર્યક્રમોને બદલે બેરોજગારો પાછળ રૂપિયા ખર્ચવામાં માગ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી હરેશ વસાવા, યુવક કોંગ્રેસ  પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત,મહામંત્રી પાર્થિવરાજસિંહ કઠવાડિયા,રાષ્ટ્રીય મહામંત્રી પ્રદેશ પ્રભારી રાધિકા ખરે,નર્મદા યુવક કોંગ્રેસ પ્રમુખ માલવ બારોટ,નાંદોદ યુવક કોંગ્રેસ પ્રમુખ અજય વસાવા,માઇનોરિટી પ્રમુખ ઈમ્તિયાઝ અલી કાદરી,જિલ્લા ઉપપ્રમુખ જયંતિભાઈ વસાવા,મહિલા જિલ્લા પ્રમુખ અંગિરા તડવી,તાલુકા મહિલા પ્રમુખ નીલમ વસાવા,સુમિત્રાબેન રાઉલજી સહીત રેલીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયાં હતાં. નર્મદા જિલ્લા સહિતના પછાત વિસ્તારોમાં પ્રવાસન ક્ષેત્રેતથા સરકારી કાર્યક્રમોમાં ખર્ચાતા કરોડો રૂપિયાં યુવાનોની રોજગારી પાછળ ખર્ચાય એવી માંગ કરી હતી.સરકાર જો યુવાનોની બેરોજગારીનો યક્ષ પ્રશ્ન હલ નહિ કરે તો આવનારા દિવસોમાં યુવક કોંગ્રેસ ના કાર્યકરો દરેક જિલ્લા, તાલુકા સ્તરે ઉતરી પડશે.અને સરકારી કચેરીઓને તાળાબંધી, ચક્કાજામ સહિતના કાર્યક્રમો આપવામાં આવશે.
 
( તસવીર - પ્રવિણ પટવારી )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Congress Rajpipla torch rally to protest against unemployment
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended