Home »Daxin Gujarat »Latest News »Narmada» 3 Youths Held With Explosives Near Umarva

ઉમરવા પાસેથી વિસ્ફોટકો સાથે 3 યુવાનો ઝડપાયાં, 50 ડીટોનેટર્સ કબજે લેવાયાં

Pravin Patwari, Rajpipla | Apr 15, 2017, 23:52 PM IST

રાજપીપળા: નાંદોદ તાલુકાના ઉમરવા ગામ નજીકથી પોલીસે 3 યુવાનોને વિસ્ફોટકો સાથે ઝડપી પાડયાં છે. તેમની પાસેથી 10 જીલેટીન સ્ટીક અને 50 ડીટોનેટર્સ કબજે લેવાયાં છે.  ભરૂચના નેત્રંગથી વિસ્ફોટકો લાવવામાં આવ્યાં હોવાની વિગતો સપાટી પર આવતાં પોલીસે તપાસનો દોર તે તરફ લંબાવ્યો છે. પોલીસે ઝડપી પાડેલાં ત્રણેય યુવાનો વડોદરા જિલ્લાના શિનોરના માછીવાડમાં રહેતાં હોવાનું જાણવા મળ્યું છે.
 
10 જીલેટીન સ્ટીક અને 50 ડીટોનેટર્સ કબજે લેવાયાં
 
નર્મદા એસઓજીની ટીમે શુક્રવારની રાત્રીએ  શિનોરના 3 યુવાનોને બાઈક પર ભરૂચ જિલ્લાના નેત્રંગથી ગેરકાયદેસર વિસ્ફોટક પદાર્થ લઇ જતા નાંદોદના ઉમરવા ગામ પાસે ઝડપી પાડ્યા હતાં. પોલીસે તેમની વિરુદ્ધ એક્સપ્લોઝિવ સબસ્ટન્સ અને આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ વિસ્ફોટક પદાર્થ શુ કરવા અને કોને આપવા લઇ જતા હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. શિનોરના મોટા માછીવાડ ખાતે રહેતા કનુ હીરા માછી,  રાકેશ ૨તિ વસાવા  અને  સંજય લલ્લુ વસાવા શુક્રવારે રાત્રીએ ભરૂચના નેત્રંગથી બાઈક પર 10 જીલેટીન સ્ટીક  તથા 50 ડીટોનેટ૨ લઇને  શિનોર તરફ જઈ રહ્યા હતા. સ.ઓ.જી પી.એસ.આઈ સચિન પવાર તથા  ટીમે તેમને નાંદોદ તાલુકાના ઉમરવા ગામ પાસેથી ઝડપી પાડ્યા હતાં.પોલીસે તેમની પાસેથી બાઇક સહિત 21 હજાર રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જીલેટીન સ્ટીક અને ડીટોનેટર્સ કોની પાસેથી ખરીદવામાં આવ્યાં હતાં અને તેનો શું ઉપયોગ કરવાનો હતો તેની તપાસ કરવામાં આવી છે.
 
આગળ વાંચો, માછીમારી કરવા વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવે છે
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 3 youths held with explosives near Umarva
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended