Home »Daxin Gujarat »Latest News »Narmada» 100 Year Old Woman Get Her Adhar Card

રાજપીપળા: બોરીદ્વાની વૃદ્વાને 100 વર્ષે આધારકાર્ડ કઢાવવું પડ્યું

Pravin Patwari, Rajpipla | Apr 18, 2017, 22:58 PM IST

  • રાજપીપળા: બોરીદ્વાની વૃદ્વાને 100 વર્ષે આધારકાર્ડ કઢાવવું પડ્યું,  narmada news in gujarati
રાજપીપળા:નાંદોદ તાલુકાના બોરીદ્વા ગામની વૃધ્ધાને 100 વર્ષની વૃધ્ધાને આધારકાર્ડ કઢાવવું પડયું છે. ડીજીટલ ઇન્ડીયાની પળોજણમાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહયો છે. સરકારી યોજનાઓ માટે આધારકાર્ડ ફરજીયાત બનાવવામાં આવ્યું છે ત્યારે લોકોને લાઇનમાં ઉભા રહી આધારકાર્ડ મેળવવો પડી રહયો છે.
 
સેવા સેતુ કાર્યક્રમમાં કરેલી અરજીનો નિકાલ આવ્યો
 
સરકારની યોજનાઓ તથા સબસીડી મેળવવા માટે આધારકાર્ડ ફરજિયાત બનાવી દેવામાં આવ્યું છે. નોટબંધી બાદ બેંકોમાં ખાતાઓ ખોલાવવા માટે પણ આધારકાર્ડની જરૂરીયાત પડી રહી છે. જીવનની સદી વીતાવી ચુકેલાં વૃધ્ધોને પણ આધારકાર્ડની જરૂરીયાત ઉભી થઇ છે. બોરીદ્વા ગામની 100 વર્ષની વૃધ્ધાને આધારકાર્ડ મળતાં તેના ચહેરા પર ખુશી જોવા મળી હતી. નર્મદા જિલ્લામાં વિવિધ સ્થળોએ યોજાતાં સેવા સેતુ કાર્યક્રમમાં તેમણે આધારકાર્ડ માટે અરજી કરી હતી અને તેમને આધારકાર્ડ આપવામાં આવ્યું છે.

નાંદોદ તાલુકાના બોરીદ્રા ગામના 100 વર્ષના વૃદ્ધ રલીબેન રાગજી વસાવાને પાલીકા સેવા સેતુમાં આધારકાર્ડ મળતાં આનંદ સાથે પરત ફરતા નજરે પડયા હતાં. તેમણે  જણાવ્યું હતું
કે, કોઈ પણ યોજનાનો લાભ લેવો હોય  તો આધારકાર્ડ ફરજીયાત બનાવી દેવામાં આવ્યું છે.આ આધારકાર્ડ પાલિકાની મદદથી સરળતા થી મળી ગયું છે. અને જે તેમની પુત્ર વધુ સાથે તેના સહારે સેતુ સેવા કાર્યક્રમ માં આધાર કાર્ડ લેવા આવી છું. 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: 100 year old woman get her adhar card
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended