Home »Daxin Gujarat »Latest News »Bharuch» Yuva Congress Oppose Of New Construction Toll Tax In Ankleshwar At Bharuch

અંકલેશ્વર: હાઈવે પર બંધાતા ટોલ બુથના વિરૂદ્ધમાં કોંગ્રેસે કર્યો દેખાવો અને ચક્કાજામ

Harshad Mistry, Ankleshwar | May 19, 2017, 00:06 AM IST

ભરૂચ:ભરૂચની નર્મદા નદી પર બનેલાં કેબલ સ્ટેઇડ બ્રિજ પર ટોલ લેવાની હિલચાલ શરૂ થતાં ગુરૂવારે યુથ કોંગ્રેસના કાર્યકરોએ મુલદ ચોકડી નજીક બની રહેલાં ટોલનાકા ખાતે હલ્લાબોલ કરી કામગીરી અટકાવી દીધી હતી. નેશનલ હાઇવે પર ચકકાજામ થઇ જતાં પોલીસે વિરોધ કરી રહેલાં કાર્યકરોને ડીટેઇન કર્યાં હતાં. દેશના સૌથી લાંબા કેબલ સ્ટેઇડ બ્રિજને વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકી દેવાયા બાદ હવે એનએચએઆઇને ટોલનાકુ બનાવવાની શરૂઆત કરતાં કોંગ્રેસ મેદાનમાં આવી છે. રાજયસભાના સાંસદ અહમદ પટેલે યુપીએ સરકારમાં ઇપીસી ધોરણે બ્રિજ મંજૂર કરાવ્યો હોવા છતાં સરકારે ટેકસ લેવાની હિલચાલ કરી રહી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે.

ટોલ વસુલવાની હિલચાલ સામે કોંગ્રેસે મોરચો ખોલ્યો

કેબલ સ્ટેઇડ બ્રિજને 7 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. કેબલ સ્ટેઇડ બ્રિજને ખુલ્લો મુકાયાં બાદ મુલદ ચોકડી નજીક નેશનલ હાઇવે ઓથોરીટીએ ટોલ પ્લાઝા બનાવવાની કામગીરી શરૂ કરી છે. ટોલપ્લાઝાનું નિર્માણ થતાં હાઇવે પરથી પસાર થતાં વાહનો પાસેથી ટેકસ લેવામાં આવશે તે નકકી થઇ ગયું છે. સરકારની ટોલ વસુલવાની હિલચાલ સામે કોંગ્રેસે મોરચો ખોલી આંદોલનના મંડાણ કર્યાં છે.

વાહનચાલકો પાસેથી ટોલટેકસ લેવાનો અધિકાર નથી

ગુરૂવારે યુથ કોંગ્રેસ પ્રમુખ શેરખાન પઠાણની આગેવાનીમાં 200થી વધારે કાર્યકરોએ ટોલપ્લાઝા ખાતે હલ્લાબોલ કરી કામગીરી અટકાવી દીધી હતી. કોંગ્રેસનો આક્ષેપ છે કે, ઇપીસી ધોરણે બ્રિજ બન્યો હોવાથી સરકારને વાહનચાલકો પાસેથી ટોલટેકસ લેવાનો અધિકાર નથી. કાર્યકરોએ ચકકાજામ કરી દેતાં હાઇવે પર એક કલાક સુધી વાહનોના પૈંડા થંભી ગયાં હતાં. પોલીસે એકશનમાં આવી વિરોધ કરી રહેલાં કાર્યકરોને ડીટેઇન કરી લેતાં વાહનવ્યવહાર રાબેતા મુજબ થયો હતો.

તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Yuva Congress oppose of New Construction Toll Tax in Ankleshwar at bharuch
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended