Home »Daxin Gujarat »Latest News »Bharuch» Youth Dies Of Drowning In Baldava Dam At Netrang Of Bharuch

નેત્રંગ: યુવાની બુમરાણ સાંભળી દોડ્યા લોકો, બચાવતા પહેલા મોતને ભેટ્યો

Atul Patel, Netrang | May 19, 2017, 05:16 AM IST

  • બલદવા ડેમમાં ન્હાવા ગયેલો યુવાન ડુબી જતાં મોત નિપજ્યું
નેત્રંગ:નેત્રંગ તાલુકાના ચંદ્રવાણ ગામનો યુવાન બલદવા ડેમમાં નાહવા પડતાં કાદવમાં પગ ખુપી જતાં ડૂબી ગયો હતો. તેની બુમો સાંભળી કિનારા પર માછીમારી કરતાં લોકો તેને બચાવવા પહોંચે તે પહેલાં જ તેનું ડુબી જવાને કારણે મોત થયું હતું.

લોકોએ મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો

ચંદ્રવાણ ગામનો મહેન્દ્ર કાનજી વસાવા આજરોજ સવારે બલદવા ડેમ તરફ ગયો હતો. દરમિયાન તે ડેમ વિસ્તારમાં પાણીમાં નાહવા પડ્યો હતો. તે નદીમાં ન્હાતી વેળાં વચ્ચો વચ્ચ જતાં કાદવમાં પગ ફસાઇ જતાં તે પાણીમાં ડુબવા લાગ્યો હતો. તેની બુમો સાંભળીને કિનારા પર માછીમારી કરી રહેલાં કેટલાંક માછીમારોએ તેને જોતા નાવડી લઇને તેને બચાવવા દોટ મુકી હતી.
 
જોકે તેઓ સ્થળ ઉપર પહોંચે તે પહેલાં જ મહેન્દ્ર પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. તેના મૃતદેહને બહાર કાઢવા માછલાં પકડવાની જાળ પાણીમાં નાંખી હતી. ભારે જહેમત બાદ મૃતદેહ શોધવામાં તેમને સફળતાં મળી હતી. બનાવને પગલે સ્થાનિક પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
 
(તસવીરો: અતૃલ પટેલ, નેત્રંગ)
વધુ તસવીરો જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Youth Dies of Drowning in Baldava Dam at Netrang Of Bharuch
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended