Home »Daxin Gujarat »Latest News »Bharuch» Young Man Arrested With 15 Bike At Bharuch Area

ભરૂચ: ચોરીની 15 બાઇકો સાથે સરનારનો યુવાન ઝડપાયો

Bhaskar News, Bharuch | Mar 14, 2017, 23:23 PM IST

ભરૂચ:ભરૂચ તાલુકાના સરનાર ગામના યુવાનની પોલીસે ચોરીની 15 બાઇકો સાથે ધરપકડ કરી છે. શહેરના કોર્ટ સંકુલ તથા આસપાસના વિસ્તારમાંથી બાઇકો ચોરી તેને બનાવટી નંબર પ્લેટ લગાવી ગ્રાહકોને વેચી નાંખતો હતો. પોલીસે તેની પાસેથી 2.67 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
 
બનાવટી નંબર પ્લેટ લગાવી ગ્રાહકોને વેચી મારતો હતો
 
શહેરના કોર્ટ સંકુલ તથા આજુબાજુના વિસ્તારોમાંથી બાઇકચોરીની ફરિયાદો ઉઠી હતી. એસપી સંદિપસિંગના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી એન.ડી.ચૌહાણ, એલસીબી પીઅાઇ લલિત વાગડીયા તથા એ ડિવિઝન પીઆઇ ઝેડ.એન.ધાસુરા સહિતની ટીમો વાહનચોરોને ઝડપી પાડવા કાર્યરત બની હતી.
 
વધુ ગુનાનો ભેદ ઉકેલાઇ તેવી સંભાવના

વાહનચોરીના બનાવો અટકાવવા ટીમોને કામે લગાડવામાં આવી હતી. સરનાર ગામેથી એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. બાઇકચોરીના વધારે ગુનાનો ભેદ ઉકેલાઇ તેવી શકયતાં છે. - સંદિપસિંગ, એસપી, ભરૂચ
 
ગ્રાહકો પાસેથી અડધી રકમ રોકડમાં લેતો હતો

મહેબુબ સવારે એકલો સરનાર ગામેથી ભરૂચ આવતો હતો અને પાર્કિંગમાં પાર્ક થયેલી બાઇક ચોરીને પોતાના ઘરે લઇ જતો હતો. બાઇક ઓળખાઇ નહિ તે માટે એસેસરીઝ કાઢી લેતો અને ઘરમાં રાખતો હતો. બનાવટી નંબર પ્લેટ બનાવી ગ્રાહક શોધી તેની પાસેથી અડધી રકમ રોકડમાં લઇ લેતો અને બાકીના રૂપિયા કાગળ આપ્યા પછી આપજો તેમ કહેતો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: young man arrested with 15 bike at Bharuch area
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended