Home »Daxin Gujarat »Latest News »Bharuch» Two Round Firing On Gujarati Men At Johannesburg South Africa

દક્ષિણ આફિક્રામાં વધુ એક ગુજરાતી પર હુમલો, અશ્વેતે કર્યું બે રાઉન્ડ ફાયરિંગ

Harshad Mistry, Bharuch | Nov 05, 2016, 18:31 PM IST

  • ભરૂચના ઈમ્તિહાઝ હાટિયા પર થયો હુમલા
અંકલેશ્વર:દિવસેને દિવસે ગુજરાત બહાર વસતા ગુજરાતીઓ પર હુમલાની ઘટનાઓ વધી રહી છે, તેવામાં દક્ષિણ આફિક્રાનાં જ્હોનિસબર્ગમાં રહેતા અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામના ઈમ્તિહાઝ હાટિયા પર હુમલાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. 2 અશ્વેતો ઝઘડો કરી રહ્યા હતાં તે દરમિયાન ત્યાં ઉભેલા પાનોલી યુવાનને 2 રાઉન્ડ ફાયરિંગ દરમિયાન ગોળી વાગતાં ગંભીર ઇજા પહોંચી હતી. હાલ તેમની હાલત સુધારા પર છે. પરંતુ વારંવાર વિદેશમાં ખાસ કરી સાઉથ આફ્રિકામાં થતાં ભારતીઓ પર હુમલા અંગે કેન્દ્ર સરકાર દ્વારા કડક વલણ અપનાવી પગલાં ભરે તેવી માગ કરી હતી.

ઈમ્તિયાઝભાઈને છાતીના ભાગે વાગી ગોળી

ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના પાનોલી ગામના રહેવાસી ઈમ્તિયાઝ ઘણા સમય પહેલા દક્ષિણ આફિક્રા ગયા હતા. જ્યાં તેવો જ્હોનિસબર્ગ ખાતે પરિવાર સાથે રહે છે. સોમવારની રાત્રે કેટલાક અશ્વેતને ઝઘડો કરતા હતા તે દરમિયાન બંને અશ્વેતોના ઝઘડામાં 2 રાઉન્ડ ફાયરિંગ થતાં ઈમ્તિયાઝભાઈ પર એક અશ્વેતે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું.

ગુજરાતીઓ પર હુમલા અટકાવા ભારત સરકાર કડક પગલાં ભરે તેવી માગ

ગોળી વાગી ગઈ હતી અને ઈમ્તિયાઝભાને છાતીના ભાગે ગોળી વાગતા તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત હાલ સુધારા પર હોવાનું જાણવા મળ્યું છે. બનાવ સંદર્ભે સાઉથ આફ્રિકા વસતા ભારતીઓ પર હુમલા અંગે કેન્દ્ર સરકાર દ્વારા કડક નીતિ અપનાવી આ અંગે પગલાં ભરે તેવી માગ પ્રબળ બની હતી.

હાલ તેમની હાલત સુધારા પર

આમારા ગામનો યુવાન ઘવાયો છે. તે 2 અશ્વેતો લડી રહ્યા હતા ત્યારે ત્યાં જ હાજર હતો અને અશ્વેતો કરેલા 2 રાઉન્ડ ફાયરિંગમાં તેમને ગોળી વાગી હતી. ઈમ્તિહાઝ હાટિયા હાલ ઘાયલ છે અને તેમની હાલત સુધારા પર છે. ઘટના અંગે બસ વારંવાર સાઉથ આફ્રિકામાં થતાં ભારતીઓ પર હુમલા અટકાવા માટે કેન્દ્ર સરકાર દરમિયાનગીરી કરી ચોક્કસ નીતિ બનાવી પગલાં ભરે એ જરૂરી છે અને લોકોની તેમના પરિવારના સભ્યોની સુરક્ષાને લઇ માગ છે. - યુસુફભાઈ ચેણીયા, સરપંચ, પાનોલી 
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો....
  તસવીરો - હર્ષદ મિસ્ત્રી, અંકલેશ્વર
 
 
 
Gujarati News સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Two round firing on Gujarati men at Johannesburg South Africa
(News in Gujarati from Divya Bhaskar)

Next Article

Recommended

      PrevNextNext