Home »Daxin Gujarat »Latest News »Bharuch» Two Ministers Of Bharuch And Narmada Took Out A Red Light From The Cars

ભરૂચ અને નર્મદાના બે મંત્રીઓએ ગાડીઓ પરથી લાલબત્તી ઉતારી

Pravin Patwari, Rajpipla | Apr 21, 2017, 01:32 AM IST

રાજપીપળા: અંકલેશ્વરના ધારાસભ્ય અને સહકારમંત્રી ઇશ્વરસિંહ પટેલ તથા નાંદોદના ધારાસભ્ય અને વન મંત્રી શબ્દશરણ તડવીએ તેમના વાહનો પરથી લાલબત્તી હટાવી લીધી છે. દેશમાંથી વીઆઇપી કલ્ચરને દુર કરવા માટે પહેલી મે થી લાલબત્તીઓ પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે.
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંત્રીઓ પ્રજાના સેવક

કેન્દ્ર સરકારના નેતાની ગાડી પરથી લાલ લાઈટો કાઢવાના ઐતિહાસિક નિર્ણય ગણાવી જેમ મુખ્ય મંત્રી વિજય રૂપાણીએ તેમની ગાડીની જાતે લાઈટ ઉતારી એમ કેવડિયા કોલોની ખાતે રહેતા અને રાજ્યસરકારના વન અને આદિજાતિ મંત્રી  શબ્દ શરણ તડવીએ પણ પોતાની જાતે ઇનોવા સરકારી ગાડીની લાલ લાઈટ ઉતારી લીધી હતી.મંત્રી શબ્દશરણ તડવીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંત્રીઓ પ્રજાના સેવક છે. જેઓ પ્રજાની વચ્ચે જઈને કામ કરે તેઓથી લોકો દૂરના ભાગે એ હિસાબે તેમની લાઈટો દૂર કરી છે.
 
બે મંત્રીઓએ તેમની ગાડીઓ પરથી લાલબત્તી દુર કરી

અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજયના સહકારમંત્રી ઇશ્વરસિંહ પટેલે પણ તેમની સરકારી ગાડી પરથી લાલબત્તી હટાવી લીધી છે. સરકારના નિર્ણય બાદ નેતાઓ અને મંત્રીઓ તેમની ગાડીઓ પરથી લાલબત્તી હટાવી રહયાં છે. ભરૂચ અને નર્મદા જિલ્લામાં બે મંત્રીઓએ તેમની ગાડીઓ પરથી લાલબત્તી દુર કરી છે.
 
(તસવીરો: પ્રવિણ પટવારી, રાજપીપળા)
તસવીર જોવા આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Two Ministers of Bharuch and Narmada Took Out a Red Light From the Cars
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended