Home »Daxin Gujarat »Latest News »Bharuch» Three Friends Broke Down In Narmada River In Poicha In Rajpipla

રાજપીપળા: નર્મદામાં ડૂબી જતા ત્રણ યુવકોનાં મોત, લોકોએ કરી બૂમાબૂમ

divyabhaskar.com | May 20, 2017, 09:08 AM IST

  • રાજપીપળાના ત્રણ યુવાનોના નર્મદા નદીમાં ડૂબી જવાથી મોત તેમનું મોત નિપજ્યું
રાજપીપળા, ચાણોદ:પોઇચા ખાતે આવેલાં ભેંસાસુર મંદિરે બાધા પૂર્ણ કરવા ગયેલાં રાજપીપળાના ત્રણ યુવાનોના નર્મદા નદીમાં ડૂબી જવાથી મોત તેમનું મોત નિપજ્યું છે. ઘટનાની જાણ થતા લાશ્કરો તથા સ્થાનિક માછીમારોએ પાણીમાં ગરકાવ થઇ ગયેલાં બે યુવાનોના મૃતદેહ શોધી કાઢયાં છે જયારે એક યુવાનની શોધખોળ ચાલી રહી છે. બનાવને પગલે દેવીપુજક સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
 
રાજપીપળાના દેવીપુજક યુવાનો બાધા પૂર્ણ કરવા ભેંસાસુર મંદિરે ગયા હતા જ્યાં બાદમાં તેઓ નદીમાં નહાવા ગયા હતા
 
રાજપીપલાના દશામાતા મંદિર પાછળના વાઘરીવાડ વિસ્તારમાં રહેતા ત્રણ યુવાનો દેવીપૂજક સમાજના પોઇચા નદી કિનારે ભેસાસુર દાદાનાં મંદિરે બાધા પુરી કરવા આવ્યા હતાં. બાધા પૂર્ણ કર્યા બાદ તેઓ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં ન્હાવા પડયાં હતાં. ગરમીમાં તેઓ નદીમાં ન્હાઇને ઠંડકનો અનુભવ કરી રહયાં હતાં તે દરમિયાન પાણીની ઉંડાઇનો ખ્યાલ ન રહેતાં તેઓ પાણીમાં ગરકાવ થઇ ગયાં હતાં. નદીમાં યુવાનો ડુબ્યાં હોવાની જાણ થતાં અાસપાસના રહીશો દોડી આવ્યાં હતાં.

નગરપાલિકાના લાશ્કરો અને સ્થાનિક તરવૈયાઓએ નદીમાં લાપત્તા બનેલાં યુવાનોની શોધખોળ શરૂ કરી હતી. નદીમાંથી રાહુલ દેવીપુજક અને દિલીપ દેવીપુજકના મૃતદેહ મળી આવ્યાં હતાં. ઘટનાની જાણ થતાં ત્રણેય યુવાનોના પરિવારજનો અને આગેવાનો સ્થળ પર દોડી આવ્યાં હતાં. પાણીમાં ગરકાવ થયેલાં વિશાલ દેવીપુજકની શોધખોળ ચાલી રહી છે. એક સાથે ત્રણ યુવાનોના મોત થતાં દેવીપુજક સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. 
 
રાજપીપળા પોલીસે બે યુવાનના 2 મૃતદેહ બહાર કાઢ્યા

રાજપીપળા ના પીએસઆઈ એ.આર. જાધવ, પીએસઆઈ એસ.એફ.શેખ સહિતનો સ્ટાફ અને સાથે સાગર રક્ષક દળ ના તરવૈયા યુવાનો પણ પોઈચા નદીના કિનારે દોડી આવ્યા હતા.સાગર રક્ષક દળ ના યુવાનો અને સ્થાનિક તરવૈયાઓ એ મળી બે માસુમોના મૃતદેહ શોધી કાઢ્યા હતા.
 
ચાણોદ પોલીસે સ્થળ પર જઈ રાજપીપળા પોલીસને જાણ કરી

પોઈચાનો નદી કિનારો રાજપીપળા પોલીસ સ્ટેસનની હદમાં છે પરંતુ ચાંદોદ પોલીસ સ્ટેસનના PSI એન.જી.બારોટ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે જઈ સ્થાનિક તરવૈયાની મદદ લઇ બાળકોના મૃતદેહની શોધખોળ આરંભવા સાથે રાજપીપળા પોલીસને સમગ્ર ઘટના ની જાણ કરી હતી.
 
ડૂબી ગયેલા પૈકી દીલિપ અભ્યાસ કરતો ન હતો

ડૂબી ગયેલા 3 બાળકો પૈકી વિશાલ અને રાહુલે ચાલુ સાલે રાજપીપળા પ્રાથમિક શાળા માં ધોરણ ૭ ની પરીક્ષા ઉતીર્ણ કરી હતી.જયારે દિલીપ અભ્યાસ કરતો ન હોય ઘરકામ માં મદદ કરતો હતો.
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Three friends broke down in Narmada River in Poicha in Rajpipla
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended