Home »Daxin Gujarat »Latest News »Bharuch» Taking Advantage Of The Narmada Parikrama Seek The Answer Sheet

નર્મદા ઉત્તરવાહીની પંચકોશી પરિક્રમાનો લાભ લેતાં ભકતો

Harshad Mistry, Ankleshwar | Apr 17, 2017, 23:13 PM IST

અંકલેશ્વર:ચૈત્ર માસના પ્રારંભથી શરૂ થયેલ ઉત્તરવાહિની નર્મદા પરિક્રમા યાત્રા બીજા ચરણ પૂર્ણતાના આરે છે. જેમાં રવિવાર રોજ હજારો સંખ્યા નર્મદા પરિક્રમા માટે ભક્તો ઉમટ્યા હતા.સુરત,વડોદરા, રાજપીપલા, ભરૂચમાંથી હજારો સંખ્યા ભક્તો માતાજીની પરિક્રમા કરી હતી.
 
ઉત્તરવાહીની પરિક્રમાનું અદકેરૂ મહત્વ લોકોમાં વસેલું છે
 
સામાન્ય રીતે નદી પૂર્વથી પશ્ચિમ તરફ વહેતી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારેમાં નર્મદા રામપુરાથી તિલકવાડા વચ્ચે ઉત્તરનું પાણી વહેણ  થતુ હોવાથી ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમા તરીકે ઓખાતી પરિક્રમાનો લાહવો લેવા રવિવારની રજાના દિવસે સુરત, ભરૂચ, વડોદરા, તેમજ નર્મદા જિલ્લામાંથી હજારો ની સંખ્યામાં માઇ ભક્તો ઉમટી પડ્યા હતા. ખાસ કરી વહેલી સવારે પગપાળા ચાલીને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ પરિક્રમા કરવાનો લ્હાવો લીધો હતો.

નર્મદા ઉત્તરવાહિની પરિક્રમા છેલ્લા 5 વર્ષ થી પુનઃ શરૂ કરનાર નર્મદા પુત્ર સાંવરિયા મહારાજના સાનિધ્યનો લોકોએ યાત્રાનો લાભ લીધો હતો. તો જ્યારથી યાત્રા શરૂ કરવામાં આવી છેે ત્યારથી રોજના 29 વારની પરિક્રમા દરમિયાન નર્મદા સ્નાન  શ્રધ્ધાળુ દ્વારા કરવામાં આવી રહ્યું  છે.
 
( તસવીર - હર્ષદ મિસ્ત્રી )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Taking advantage of the Narmada Parikrama seek the answer sheet
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended