Home »Daxin Gujarat »Latest News »Bharuch» One Man Arrested With 1 Lake Rupee Foreign Liquor At Netrang

નેત્રંગમાં 1.23 લાખ રૂપિયાના વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો

Atul Patel, Netrang | Mar 18, 2017, 23:26 PM IST

નેત્રંગ:નેત્રંગના જવાહરબજારમાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી 1.23 લાખ રૂપિયાના દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડયો છે. એસપી સંદિપસિંગના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસે કાર્યવાહી કરી બુટલેગરને ઝડપી પાડી તેની સામે કડક હાથે કાર્યવાહી કરી છે.
 
વિવિધ સ્થળોએ છુપાવી રાખેલી દારૂની 1,092 બોટલો મળી આવી
 
ભરૂચ શહેર તથા જિલ્લામાં એસપી સંદિપસિંગના માર્ગદર્શન હેઠળ પોલીસ બુટલેગરો સામે કડક હાથે કાર્યવાહી કરી રહી છે. નેત્રંગના જવાહર બજાર જશવંત ઠાકોર દારૂનો વેપલો ચલાવતો હોવાની બાતમી એસપીને મળી હતી. તેમના સીધા માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ લલિત વાગડીયા, પીએસઆઇ નટુભાઇ આહિર અને તેમની ટીમે દરોડો પાડયો હતો. જશવંત ઠાકોર પાસેથી વિવિધ સ્થળોએ છુપાવેલી વિદેશી દારૂની 180 એમએલ અને 750 એમએલની બોટલ નંગ 1,092 જેની કિમંત  1.23 લાખ રૂપિયા થાય છે તે મળી આવી હતી. દરોડાની કાર્યવાહીમાં એલસીબીના બાલુભાઇ આહીર, મણીલાલ વસાવા અને ભુપેન્દ્ર ભરવાડ સહિતના સ્ટાફે કામગીરી કરી હતી. પોલીસે વિદેશી દારૂના મુદ્દામાલ સાથે જશવંત ઠાકોરની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
 
( તસવીર - અતુલ પટેલ )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: one man arrested with 1 lake rupee foreign liquor at Netrang
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended