Home »Daxin Gujarat »Latest News »Bharuch» One Killed In Bharuch, Murderer Ax Attack On Youth Head

ભરૂચ: ઘરેથી નીકળેલા યુવાનની મળી લાશ, કૂહાડીના ઘા ઝીંકી માથું ફાડી નાખ્યું

Bhaskar New, Bharuch | May 19, 2017, 04:36 AM IST

  • મૃતક ઝાકીર ઇસ્માલ કુદત
ભરૂચ:ભરૂચ તાલુકામાં આવેલાં દયાદરા ગામના યુવાનનો મૃતદેહ માથામાં કુહાડીના ઘા ઝીંકી હત્યા કરાયેલી હાલતમાં ભુખી ખાડી પાસેથી મળી આવ્યો હતો. રહસ્યમય સંજોગોમાં થયેલી હત્યા અંગે ભરૂચ તાલુકા પોલીસને જાણ થતાં પોલીસે સ્થળ ઉપર દોડી જઇ મૃતકના દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી ડોગ સ્કવોર્ડ, ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ તેમજ એફએસએલ ટીમની મદદથી હત્યારાના સગડ મેળવવાની કવાયત હાથ ધરી છે.

મોડી રાતે યુવાન ઘરે ન આવતા પરિવાર બન્યો ચિંતાતુર

મુળ મિંયાગામ કરજણનો વતની ઝાકીર ઇસ્માઇલ કુડત ભરૂચ તાલુકામાં આવેલાં દયાદરા ગામે છેલ્લાં બે વર્ષથી સ્થાયી થયો હતો. વિલાયત જીઆઇડીસી વિસ્તારમાં કરિયાણાની દુકાન ચલાવીને તે પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. ગઇકાલે બપોરના ત્રણ કલાકના અરસામાં તે તેના ઘરેથી નિત્યક્રમ મુજબ વિલાયત જીઆઇડીસીમાં તેની દુકાને જવા માટે નિકળ્યો હતો. રોજ તે રાત્રીના 11 કલાકના અરસામાં ઘરે આવતો હોવા છતાં ગઇકાલે મોડે સુધી તે ઘરે નહીં પહોંચતાં પરિવારજનો ચિંતાતુર બન્યા હતાં.

હત્યારાએ મૃતકના માથામાં કૂહાડીના ઘા ઝીંકી કરી હત્યા

આસપાસના લોકોને જાણ કરી ઝાકીરને શોધવાની કવાયત હાથ ધરી હતી. જોકે તેનો પત્તો લાગ્યો ન હતો. દરમિયાન આજે ગુરૂવારે સવારે  ભુખી ખાડી પાસે બાવળિયામાંથી માથામાં કુહાડીના ઘા ઝીંકી હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ભરૂચ તાલુકા પોલીસે સ્થળ ઉપર દોડી આવી મૃતકના દેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો. પોલીસે ડોગ સ્કવોર્ડ, ફિંગર પ્રિન્ટ એક્સપર્ટસ તેમજ એફએસએલ ટીમની મદદથી હત્યારાઓના સગડ મેળવવાની કવાયત હાથ ધરી છે.
 
આગળની સ્લાઇડ્સમાં વાંચો, 15 ફુટ દુરની લોહીયુક્ત કુહાડી મળી....
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: One Killed in Bharuch, Murderer Ax Attack On Youth Head
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended