Home »Daxin Gujarat »Latest News »Bharuch» Navsari Use Of Art Gallery For 25 Days In Two Years

નવસારી: બે વર્ષમાં 25 દિવસ જ આર્ટ ગેલેરીનો ઉપયોગ

Bhaskar News, Navsari | Apr 21, 2017, 21:34 PM IST

  • નવસારી: બે વર્ષમાં 25 દિવસ જ આર્ટ ગેલેરીનો ઉપયોગ,  bharuch news in gujarati
નવસારી:નવસારીમાં આર્ટ કલ્ચરને પ્રોત્સાહન મળે તે માટે પાલિકાએ 30 લાખ રૂપિયાથી વધુના ખર્ચે લક્ષ્મણ હોલમાં બનાવેલી આર્ટ ગેલેરી મોટાભાગે પડતર હાલતમાં જ જોવા મળી રહી છે. છેલ્લા બે વર્ષના 730 દિવસમાં માંડ 20-25 દિવસ જ વપરાશ થયો છે. નવસારીમાં મોટાબજાર નજીક શહેરનો ઐતિહાસિક લક્ષ્મણ હોલ આવેલો છે. વરસો વરસ આ હોલનો ઉપયોગ અનેકવિધ કામો માટે થતો આવ્યો હતો. બે વર્ષ અગાઉના સમયગાળામાં આ હોલને પાલિકાએ કોમર્શિયલ બનાવી દીધો હતો. કટલરી, પ્લાસ્ટીકનું વેચાણ કરતા ધંધાદારીને થોડી આવક માટે પાલિકાએ ભાડે આપી દીધો હતો. જોકે પાલિકાની આ નીતિ માટે શહેરભરમાંથી (ખાસ કરીને બુદ્ધિજીવીઓનો) વિરોધ થયો હતો.
 
નવસારી લક્ષ્મણ હોલમાં રૂ. 30 લાખથી વધુના ખર્ચે પાલિકાએ આર્ટ કલ્ચર માટે આર્ટ ગેલેરી બનાવી છે
 
હોલનો ઉપયોગ ધંધાદારી નહીં પરંતુ આર્ટ કલ્ચર માટે કરવા સૂચનો થયા હતા. આ સૂચનોને આવકારી આજથી બે વર્ષ અગાઉ નવસારી પાલિકાએ લક્ષ્મણ હોલમા આર્ટ ગેલેરી બનાવવાની યોજના બનાવી હતી. ત્યારબાદ નગરપાલિકાએ લક્ષ્મણ હોલમાં વિવિધ આર્ટ કલ્ચરના પ્રદર્શનો થઈ શકે તે માટે અંદરના ભાગે ફેરફારો કરી આર્ટ ગેલેરી બનાવી હતી. આ માટે 30 લાખથી વધુનો ખર્ચ પણ કર્યો હતો. આર્ટ ગેલેરી બનાવ્યા બાદ પાલિકાએ આ ગેલેરી આર્ટ કલ્ચરને આનુષંગિક કાર્યક્રમ પ્રદર્શન માટે જ આપવાની નીતિ પણ બનાવી છે.
 
ભાડું પણ માત્ર 100 રૂપિયા

નવસારીમાં આર્ટ ગેલેરીના નિર્માણ થકી આર્ટ-કલ્ચરને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ ખાસ પરિપૂર્ણ થયો નથી. આ અંગે પાલિકાની સિટી ઈજનેર રાજુ ગુપ્તાએ જણાવ્યું કે ગેલેરીનો વધુમાં વધુ ઉપયોગ થાય તે માટે ભાડુ દિવસનું માત્ર રૂ. 100 જ ટોકનરૂપે રાખવામાં આવ્યું છે. આમ છતાં તેનો વધુ ઉપયોગ થયો નથી એ વાત સાચી છે. પાલિકાએ લાખો ખર્ચી આર્ટ ગેલેરી બનાવી છે ત્યારે તેમાં અન્ય કોમર્શિયલ ઉપયોગ માટે તો ભાડે ન આપી શકાય પરંતુ ગેલેરીના વધુ ઉપયોગ માટે સારા વિચારો સામે આવે તો વિચારી જરૂર શકાય !
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Navsari Use of Art Gallery for 25 days in two years
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended