Home »Daxin Gujarat »Latest News »Bharuch» Monkey Took A Bite Of Two Women, Jhaghadiya

ઝગડીયા: ગોવાલી ગામે વાંદરાએ બે મહિલાને બચકાં ભર્યા

Bhaskar News, Jhaghadiya | Apr 17, 2017, 23:10 PM IST

ઝગડીયા:ઝગડીયા તાલુકાના ગોવાલી ગામે છેલ્લા ઘણાં સમયથી વાંદરાઓનો ત્રાસ વધી ગયો છે. વાંદરાઓએ બે મહિલાઓને બચકાં ભરતા તેમને સારવાર માટે ખસેડવામાં આવી હતી. વન વિભાગ તરફથી પાંજરૂ મુકવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.
 
વાંદરાના ત્રાસથી ગોવાલી ગામમાં ભયનો માહોલ
 
ગોવાલીમાં છેલ્લા કેટલા સમયથી ગામમાં વાંદરાનો ત્રાસ ગયો છે અને રસ્તે ચાલતા બાળકો,મહિલાઓ,સાથે મારપીટ કરે છે અને પાછળ દોડે છે તો યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું છે.છેલ્લા કેટલા સમયથી વાંદરાના ત્રાસથી પોતાને અસલામત અનુભવી રહયાં છે.વાંદરાઓેઅે બે મહિલાઓને બચકાં પણ ભર્યા છે. ગોવાલી ગામના ફળીયામાં હરતા ફરતા બાળકો,મહિલાઓ તથા અન્ય વાહન ચાલકોને વાંદરાઓના વર્તનથી ત્રાસી ગયા છે. રસ્તે ચાલતા લોકો સાથે વાંદરા મારપીટ કરી રહયા છે તેમની પાછળ દોડી રહયાં છે.જેથી લોકો ભારે ભયમાં મુકાયા છે. વાંદરાઓના હૂમલામાં મહિલાઓ લોહી લુહાણ થયાની પણ ઘટના બની છે. ગ્રામજનોએ ભેગા થઇ ઝગડીયા જંગલખાતાની કચેરીએ લેખીતમાં ફરીયાદ કરી વાંદરાના ત્રાસને અટકાવવા યોગ્ય પગલા ભરવા માંગ કરી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Monkey took a bite of two women, Jhaghadiya
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended