Home »Daxin Gujarat »Latest News »Bharuch» Missing Andada Village Sarpanch Satish Vasava Found Murdered In Ankleshwar

અંકલેશ્વર: 8 દિવસથી ગુમ યુવા સરપંચનો મળ્યો મૃતદેહ, મિત્રોએ જ કરી હત્યા

Harshad Mistry, Ankleshwar | Apr 21, 2017, 01:24 AM IST

  • 8 દિવસથી ગુમ સરપંચનો મૃતદેહ મળી આવ્યો
અંકલેશ્વર:છેલ્લા 8 દિવસ ગુમ અંદારા ગામના સરપંચ સતીશ વસાવાને તેના જ પંચાયતના સાથી સભ્ય તેમજ 3 મિત્રો દ્વારા અમરતપુરા ગામની સીમમાં હત્યા કરી જમીનમાં દફન કરી દેવામાં આવ્યો હતો. શહેર પોલીસ દ્વારા આખરે સરપંચ રહસ્યમય ગુમ પરથી પરદો ઉચકાતાં વહેલી સવારે અમરતપુરા ગામે મૃતદેહ શોધી કાઢ્યો હતો. બનાવ સંદર્ભે પોલીસે સતીશ વસાવાના ભાઈની ફરિયાદના આધારે 4 વ્યક્તિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.
 
અંદારા ગામે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત

પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, છેલ્લા 8 દિવસથી ગુમ અંદારા ગામના ગુમ સરપંચ સતીશ વસાવાની શોધખોળ માટે પોલીસ વિભાગ દ્વારા 4 જેટલી ટીમ બનાવી તપાસ દોર ટેક્નોલોજી મદદથી શરૂ કરતાં પોલીસ એક પછી એક કડી મળતા પોલીસે અંતે શકમંદોની પૂછપરછ દરમિયાન સતીશ વસાવાથી હત્યા કરવામાં આવી હોવાની ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી. જે આધારે પોલીસે અંતે અમરતપુરા ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિર તરફ તપાસ કરતા ગામની સીમ પોલીસ જમીનમાં દફન કરેલ સતીશ વસાવાનો મૃતદેહ મળી આવ્યો હતો જેની ઓળખ મૃતક સરપંચના ભાઈ દિપક વસાવા કરતા પોલીસે અંતે મૃતદેહને પી.એમ અર્થે ખસેડ્યો હતો.
 
પોલીસે દાટી દેવામાં આવેલ મૃતદેહ બહાર કાઢ્યો

પોલીસે શકમંદોની કડક પૂછપરછ કરતાં સતીષ વસાવાની હત્યા કરી લાશને અમરતપરા ગામ નજીક દાટી દેવામાં આવી હોવાની માહિતી મળી હતી. ગુરૂવારે પોલીસે અમરતપુરા ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિર તરફ તપાસ કરતા સતીશ વસાવાની લાશ મળી આવી હતી.જેની ઓળખ મૃતક સરપંચના ભાઈ દિપક વસાવાએ કરી હતી. પોલીસે દિપક વસાવાએ આપેલી ફરિયાદના આધારે જે મિત્ર જોડે મંદિર ગયા હતા એ નરેન્દ્ર ઉર્ફે નારસંગ રામસંગ વાળા, કૃણાલ ચંદુભાઈ પરમાર, અનિલ વસાવા અને નિલેશ વસાવા વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જમીનના એનએ સહિતના ખોટા દસ્તાવેજો પર સહી કરતાં ન હોવાથી હત્યા કરાઇ હોવાની વિગતો બહાર આવી છે. કૃણાલ પરમાર અંદાડા ગ્રામ પંચાયતમાં સભ્ય તરીકે ચૂંટાઇ આવ્યો છે. 
 
 
(તસવીરો: હર્ષદ મિસ્ત્રી, અંકલેશ્વર)
તસવીરો જોવા આગળની સ્લાઇડ્સપર ક્લિક કરો અને વાંચો, સીમ ખાડી જમીન સરપંચ મૃતદેહ મળ્યો....
 
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Missing Andada village Sarpanch Satish Vasava found murdered in Ankleshwar
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended