Home »Daxin Gujarat »Latest News »Bharuch» Maintenance Of Five Museums Since 1993 At Rajvant Palace

રાજપીપળામાં આવેલા છે પાંચ મ્યુઝિયમ, મહારાણીએ લીધી મુલાકાત

Pravin Patwari, Rajpipla | May 18, 2017, 02:51 AM IST

  • વિશ્વ મ્યુઝિયમ ડેના દિવસે લોકો ઉમટ્યા
રાજપીપળા:આજે વિશ્વ મ્યુઝિયમ ડે અને આજથી 25 વર્ષ પહેલા મહારજા રઘુવીરસિંહ  ગોહિલ અને મહારાણી રુકમણીદેવીએ રાજપીપળાના રાજવંત પેલેસ ખાતે  18 મે 1993 માં પ્રથમ આદીવાસી અને રોયલ મ્યુઝિયમની શરૂઆત કરી હતી. ત્યારબાદ  હેરીટેજ, તોરણ, અને ત્રિદેવ એમ કુલ પાંચ મ્યુઝિયમો શરૂ કરી તેની જાળવણી કરી ગોહેલ વંશ અને આદિવાસી સંસ્કૃતિનો વારસો જાળવી રાખ્યો છે.
 
આજે વિશ્વ મ્યુઝિયમ ડેની ઉજવણી કરવામાં આવશે
 
રાજપીપળા સ્ટેટના પૂર્વ મહારાણી રુકમણી દેવીએ જણાવ્યુ કે મ્યુઝીયમ એ આપણી સંસ્કૃતિનું જતન કરે છે અને જે આપણા પુર્વજોની કિમતી વસ્તુનો સંગ્રહ કહી શકાય પરંતુ આ રાખવા માટે ભાવ હોવો જોઇએ. કોઇ પણ વ્યક્તી પોતાના પરિવારમાં પણ આમ કરી શકે મુલ્યો જાળવી શકે પોતાના પરીવાર સંયુક્ત રીતે રાખી શકે ત્યારે આ સાર્થક થયુ કહેવાય. આજે વિશ્વ મ્યુઝિયમ ડે નિમિતે આપણા સાંસ્કૃતિક વારસાઓનું જતન કરો. કોઇપણ મ્યુઝિયમ એ સંગીતની જેમ સદા ચાલતુ હોય છે અને વર્ષોથી ભારત ભરના લોકોની શુભેચ્છા આવે છે કે તમે સારી રીતે  આવા સ્થળોની મુલાકાત કરતા રહો અને જેના મુલ્યોને જાળવતા રહો તેમ મહારાણીએ ઉમેર્યું હતું.
 
( તસવીર - પ્રવિણ પટવારી )
 
વધુ તસવીરો જોવા માટે આગળ ક્લિક કરો...
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Maintenance of five museums since 1993 at Rajvant Palace
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended