Home »Daxin Gujarat »Latest News »Bharuch» Learn What Happens When Eating Carbohydrates Mengo By China Chemicals

કેરી ખાતા પહેલાં ચેતજો! જાણો કેવી રીતે પકવવામાં આવે છે તેનું તથ્ય

Harshad Mistry, Ankleshwar | May 18, 2017, 22:17 PM IST

અંકલેશ્વર: કેરી રસિયા માટે અત્યંત આઘાતજનક રૂપ હવે કેરી પકવા માટે ચાઈનાની ઇથાલીન નામની રેપિકાનો ઉપયોગ વેપારીઓ કરી રહ્યા છે. જે કેમિકલ જંતુનાશાક દવામાં ઉપયોગ કરવામાં આવે છે. તો તેની અસર માનવીના મગજ પર થતી હોવાનો તબીબો તેમજ કેમિકલ એક્ષ્પર્ટ વ્યક્ત કરી રહ્યા છે. મહત્વની બાબત એ છે કે ચાઈના હવે તેનું ટોક્સિક ઝેર ભારત રિટેલ બજારમાં પણ ફેલાવી ચુકી હોવાની જોવા મળ્યું છે. 

કેરી પકવા પણ હવે ચાઇનીસ કેમિકલ સહારો લેતા વ્યાપારી 

જંતુનાશક દવામાં એક એજન્ટ કેમિકલ તરીકે વપરાતું ઈઠાલીન જેને ઇથેરલ તરીકે પણ ઓળખાય છે જે પાવડર સ્વરૂપે ચાઈના કંપની દ્વારા તેની રેપિકા બનાવી કેરી તેમજ કેળા પકાવવા માટે કરી રહી છે. જેની રેપિકા હવે ભારત રિટેલ બજારમાં મૂકી છે. ટોક્સિક કેમિકલ જ્ઞાનના અભાવ વચ્ચે ફળ ફ્રુડના હોલસેલ વિક્રેતાઓ દ્વારા બેફામ રીતે ઉપયોગ કરી રહ્યા છે. તંત્ર દ્વારા કાર્બાઈટ કેમિકલ પર રોક લાગતા અને ચેકીંગ દરમિયાન કેરીનો નાશ કરવાની કામગીરી કરતા અંતે કાર્બાઈટના બદલે અંકલેશ્વરના કેટલાક વેપારીઓએ ઇથાલીન રેપિકાનો ઉપયોગ કરી કેરી પકાવી રહ્યા છે. જે રેપિકા માત્ર 72 કલાક કેરીની દબાવાથી કેરી પાકતી હોવાની વેપારીની ગેર સમજ વચ્ચે તેનો ઉપયોગ કરી રહ્યા છે. જે માનવીય શરીર માટે હાનિકારક છે એટલું જ નહીં માનવી મગજ પર તેની વિપરીત અસર પડતા તે મગજ ચેતાતંતુ પર અસર કરે છે. જેવો મત તબીબી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે કેરીના નામે ઝેર પીરસતા આ વ્યાપારી સામે તંત્ર એક્શન લે એ જરૂરી બનવા પામ્યું છે. 

માનવીના મગજ પર થાય છે આ કેમિકલની અસર

આ કેમિકલની અસર માનવીના મગજ પર થાય છે. જેનાથી માનવ ચેતાતંતુ નુકશાન થાય છે. તો આ ઇથાલીનથી બેચેની અનુભવી, શરીર દુઃખવું, માથું ભારે લાગવું સહિત વિવિધ અસરો થઇ શકે છે તો કાર્યબાઈટથી કેન્સર જેવા ગંભીર રોગ પણ થઇ શકે છે. - ડૉ. એ.કે.પટેલ, જનરલ સર્જન - અંકલેશ્વર 

આગળની સ્લાઈડ્સમાં વાંચો, આ કેમિકલ જંતુનાશક દવામાં વપરાય છે, અંકલેશ્વરમાંથી મળેલ ઈથાલીન રેપિકા ચાઈનમાં બને છે, ઈથાલીનને કારણે માત્ર 72 કલાકમાં પાકે છે ફળ
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Learn what happens when eating carbohydrates mengo by China chemicals
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended