Home »Daxin Gujarat »Latest News »Bharuch» Goods Train Wagon Derails In Bharuch 3 Delayed

ભરૂચમાં ગુડસનું વેગન ખડી પડતાં 3 ટ્રેન મોડી પડી, ફીરોઝપુર એકસપ્રેસ રોકી રખાઇ

Bhaskar News, Bharuch | Mar 20, 2017, 23:26 PM IST

ભરૂચ:ભરૂચમાં જીએનઅેફસી કંપનીના ટ્રેક પરથી પસાર થઇ રહેલી ખાલી ગુડસ ટ્રેનનું એક વેગન પાટા પરથી ઉતરી પડતાં મુંબઇ- દિલ્હી વચ્ચેના ટ્રેન વ્યવહારને આંશિક અસર પહોંચી હતી. ત્રણથી વધારે  ટ્રેનો નિર્ધારિત સમય કરતાં અડધો કલાક મોડી પડતાં મુસાફરો અટવાયાં હતાં. સવારે 10.40 કલાકે બનેલી ઘટના બાદ રીપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવતાં 12.20 કલાકે ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ થઇ ગયો હતો.
 
રેલવે વિભાગે ઘટનાની તપાસના આદેશો આપ્યાં
 
પ્રાપ્ત ઘટના સ્થળની વિગતો અનુસાર જીએનએફસી કંપની તરફ જતાં ટ્રેક પરથી ખાલી ગુડસ ટ્રેન પસાર થઇ રહી હતી જેમાંથી એક વેગન પાટા પરથી ઉતરી ગયું હતું. બનાવની જાણ થતાં રેલવેના અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર દોડી આવ્યાં હતાં.સવારે 10.40 વાગ્યાના અરસામાં બનેલી ઘટનાને કારણે સૌરાષ્ટ્ર એકસપ્રેસ, ગુજરાત એકસપ્રેસ અને મુંબઇ-ઝાંસી એકસપ્રેસ ટ્રેન 30 મિનિટ જેટલી મોડી પડી હતી. રેલવેની ટીમોએ તાત્કાલિક અસરથી રીપેરિંગની કામગીરી શરૂ કરી દીધી હતી.

બપોરના 12.20 વાગ્યાના અરસામાં ટ્રેન વ્યવહાર રાબેતા મુજબ થઇ ગયો હતો. વેગન ખડી પડવાની ઘટના સાઇડ ટ્રેક પર બની હોવાથી આંશિક અસર વર્તાઇ હતી. રેલવે વિભાગે ઘટનાની તપાસના આદેશ આપી દીધાં છે. ગુડસ ટ્રેનના વેગન ખાલી હોવાને કારણે ઘટના બની હોવાનું પ્રાથમિક તબકકે જાણવા મળી રહયું છે. ટ્રેનો મોડી પડતાં વિવિધ સ્ટેશનો ખાતે મુસાફરો અટવાયાં હતાં. ગુજરાત અને સૌરાષ્ટ્ર એકસપ્રેસના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો.
 
આગળ વાંચો, પાલેજ સ્ટેશને ફીરોઝપુર એકસપ્રેસ રોકી રખાઇ
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Goods train wagon derails in Bharuch 3 delayed
(Read News in Gujarati from Divya Bhaskar)
Cricket Champions League

Next Article

Recommended