Home »Daxin Gujarat »Latest News »Bharuch» Fire In Car And Family Safe In Akleshwar Highway

અંકલેશ્વર: ભરબપોરે કારમાં લાગી આગ, આખા પરિવારનો જીવ થયો અદ્ધર

Harshad Mistry, Ankleshwar | May 18, 2017, 16:14 PM IST

  • લગ્ન પ્રસંગમાંથી પરિવાર કાર લઈને પરત આવતો હતો ત્યારે કારમાં લાગી આગ
અંકલેશ્વર:અંકલેશ્વરના અંદાડા ગામના છાપરા પાટિયા વિસ્તારમાં બપોરે એકાએક કારમાં આગ લાગતા દોડધામ મચી જઈ હતી. આગ લાગતાની સાથે જ પરિવાર કારમાંથી નીચે ઉતરી ગયો હતો જેના કારણે કોઈ જાનહાની થઈ નહોતી. જોકે પરિવારજનો આગને કારણે ગભરાઈ ગયા હતા. જ્યારે કારમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતાં. આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે આવીને આગને કાબૂમાં લીધી હતી. પરંતુ ત્યાં સુધી આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. 

અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર આવેલ વ્રજવીલા સોસાયટીમાં રહેતા અને અંદાડા લગ્નમાં પરિવાર સાથે હાજરી આપી પરત ફરતા ભાસ્કર પટેલની કાર જેનો નંબર જીજે-16-એએ-7138માં એકાએક તણખા સાથે આગ લાગી હતી. આગ લાગતાની સાથે પરિવારને તરત કારમાંથી નીચે ઉતારી લેવામાં આવ્યો હતો. કારમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં જોત જોતામાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી.

આ અંગે તાત્કાલિક ફાયર ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર ટીમે આગને કાબુમાં લેવાનો પ્રયાસ શરૂ કર્યો હતો અને કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી પરંતુ ત્યાં સુધી આખી કાર બળીને ખાખ થઈ ગઈ હતી. પ્રાથમિક તારણ અનુસાર કારમાં શોર્ટસર્કિટથી આગ લાગી હોવાનું જાણવા મળ્યું હતું. સદનસીબે અને ભાસ્કરભાઈની ચતુરાઈને કારણે તેમને તરત પરિવારને બહાર કાઢી લેતાં મોટી હોનારત સર્જાતા બચાવી લીધા હતા.
  તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સમાં ક્લિક કરો...
 
 
(Latest Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Daxin Gujarat Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: fire in car and family safe in akleshwar highway
(Read News in Gujarati from Divya Bhaskar)
DBPL T20

Next Article

Recommended